PM Modi Adampur Visit Photos: આ એક તસવીરે પાકિસ્તાનના મોટા જૂઠ્ઠાણાનો કર્યો પર્દાફાશ, પુરાવા સાથે ખુલ્લો પડ્યો પાડોશી દેશ

પીએમ મોદીની આદમપુર એરબેઝની એક મુલાકાત પાકિસ્તાનના અનેક જૂઠ્ઠાણા પર  ભારે પડી ગઈ. પાકિસ્તાન સતત દુનિયામાં જુ્ઠ્ઠાણું ફેલાવી રહ્યું છે કે તેણે પોતાના હુમલામાં ભારતના પંજાબના આદમપુર એરબેસને ધ્વસ્ત કરી દીધો, ભારે નુકસાન પહોંચાડ્યું. પાકિસ્તાને 10મી મેના રોજ દુષ્પ્રચાર કરતા કહ્યું હતું કે તેણે મિસાઈલોથી હુમલો કરીને  ભારતની S-400 સિસ્ટમને નષ્ટ કરી દીધી. આ ઉપરાંત પાકિસ્તાની વાયુસેનાએ આદમપુરમાં અન્ય નુકસાન પહોંચાડ્યાની પણ વાત કરી હતી. પરંતુ આ બધી વાતો ખોટી નીકળી. પાકિસ્તાનના દરેક જૂઠ્ઠાણાનો પર્દાફાશ થઈ ગયો. 

1/8
image

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે પંજાબના આદમપુર એરબેઝની મુલાકાત લીધી અન ભારતીય વાયુસેનાના જવાનોનો જુસ્સો વધાર્યો. ઓપરેશન સિંદૂરની શાનદાર સફળતા બાદ પીએમ મોદીએ જવાનોની મુલાકાત કરી. તેમને અભિનંદન પાઠવ્યા અને વીરતાને સલામ કરી. 

2/8
image

પીએમ મોદીના આદમપુર પહોંચ્યા બાદ એક વીડિયો સામે આવ્યો છે જેમાં પીએમ મોદી જવાનો સાથે મુલાકાત કરી રહ્યા છે ને થોડા અંતરે જ ભારતની મિસાઈલ સિસ્ટમ S-400 તૈનાત છે. S-400  ઉપરાંત અહીં ફાઈટર પ્લેન મિગ 29 પણ જોવા મળે છે. આ વીડિયો અને તસવીરોમાં S-400 જોવા મળવું એ પાકિસ્તાનના અનેક દાવાના ફૂરચા ઉડાવે છે. પાકિસ્તાને 10મી મેના રોજ દાવો કર્યો હતો કે પાકિસ્તાનની એરફોર્સના ફાઈટર વિમાન JF-17 એ આદમપુર એરબેઝમાં તૈનાત ભારતની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ S-400ને નષ્ટ કરી નાખી. આ માટે પાકિસ્તાને હાઈપર સોનિક મિસાઈલોનો ઉપયોગ કર્યો છે. પરંતુ આ તસવીરોએ પાકિસ્તાનના દાવાને ધરાશાયી કરી નાખ્યો.   

3/8
image

ખાસ વાત એ છેકે પીએમ મોદી એવા સમયે આદમપુર એરબેસ પહોંચ્યા જ્યારે પાકિસ્તાન દુનિયાભરમાં ખોટું નરેટિવ ફેલાવી રહ્યું છે કે તેણે પોતાના હુમલામાં ભારતના પંજાબના આદમપુર એરબેઝને ધ્વસ્ત કરી દીધો અને તેને ભારે નુકસાન પહોંચાડ્યું. પાકિસ્તાને એવો પણ દાવો કર્યો હતો કે આદમપુર રડાર સિસ્ટમ પર ડ્રોને હુમલો કર્યો. પરંતુ હકીકત એ છે કે રડાર પ્રણાલી એકદમ કાર્યરત છે અને સક્રિય નિગરાણી ચાલુ છે. પાકિસ્તાને એવો પણ દાવો કર્યો હતો કે મિસાઈલોએ ભારતીય વાયુસેનાના વિમાનને નષ્ટ કરી દીધા. પરંતુ હકીકત એ છે કે કોઈ વિમાનને નુકસાન થયું નથી. આદમપુરથી ફ્લાઈટ્સ ઓપરેશનલ છે. 

4/8
image

પીએમ મોદીએ મંગળવારે સવાર સવારમાં આદમપુર એરબેઝ પહોંચીને પાકિસ્તાનના ખોટા દાવાની દુનિયા સામે પોલ ખોલીને મૂકી દીધી. પીએમ મોદીની તસવીરોએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આદમપુર એરબેઝ એકદમ સેફ અને સુરક્ષિત છે અને પાકિસ્તાનનો દાવો સંપૂર્ણ રીતે ખોટો અને પાયાવિહોણો છે. 

5/8
image

આ બધા વચ્ચે પીએમ મોદીનો જવાનો સાથે મુલાકાતનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તેઓ વાયુસેનાના અધિકારીઓની પીઠ થપથપાવતા જોવા મળે છે. આ દરમિયાન પીએમ મોદીએ જવાનો સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા પણ લગાવ્યા.   

6/8
image

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આદમપુર એરબેઝમાં જવાનો સાથે મુલાકાતનો ફોટો શેર કરતા લખ્યું કે આજે સવારે હું વાયુસેના સ્ટેશન આદમપુર ગયો અને આપણા બહાદુર વાયુ યોદ્ધાઓ અને સૈનિકોને મળ્યો. સાહસ, દ્રઢ સંકલ્પ અને નીડરતાના પ્રતિક લોકો સાથે રહેવું એક ખુબ જ વિશેષ અનુભવ હતો. ભારત આપણા સશસ્ત્ર દળો પ્રત્યે હંમેશા આભારી છે જે આપણા દેશ માટે બધુ જ કરે છે. 

7/8
image

પીએમ મોદી મંગળવારે સવારે આદમપુર એરબેસ પહોંચ્યા અને આ દરમિયાન પીએમ મોદીએ વાયુસેનાના જવાનો સાથે વાતચીત પણ કરી. તેની અનેક તસવીરો  સામે આવી છે. ફોટામાં જોઈ શકાય છે કે પીએમ મોદી સેનાના જવાનોનો જુસ્સો વધારતા જોવા મળે છે. 

8/8
image

જ્યારથી પીએમ મોદીની બહાદુર વાયુયોદ્ધાઓ અને સૈનિકો સાથે મુલાકાતની તસવીરો સામે આવી ત્યારથી ચારેબાજુ તેની ચર્ચા છે. બધી તસવીરોમાં એક તસવીર ખાસ છે જેમાં પીએમ મોદીની પાછળ ફાઈટર વિમાનની તસવીર જોવા મળે છે. આ તસવીર પર લખ્યું છે કે શું દુશ્મનના પાઈલટ બરાબર સૂઈ શકતા નથી? આ ખાસ તસવીરે પાડોશી દેશને સ્પષ્ટ સંદેશ આપવાની કોશિશ કરી છે. હવે પાકિસ્તાની લોકોને ઊંઘ આવશે ખરી?