Viral Prediction: એરસ્ટ્રાઈક બાદ સ્વામીની ભવિષ્યવાણી વાયરલ; 30મી મેના રોજ ગ્રહોની દુર્લભ સ્થિતિ, ભારત માટે ઐતિહાસિક ફેરફાર લાવશે

સ્વામી યોગેશ્વરાનંદ ગિરીએ દાવો કર્યો છે કે 30મી મે 2025ના રોજ ગ્રહોની દુર્લભ સ્થિતિ ભારત માટે મોટો ફેરફાર લઈને આવશે. શું ભારત શરૂ કરશે વિશ્વગુરુ બનવાની યાત્રા?

1/10
image

સ્વામી યોગેશ્વરાનંદ ગિરી એક પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ અને જ્યોતિષાચાર્ય છે જેમણે હાલમાં જ એક પોડકાસ્ટમાં દાવો કર્યો છે કે 30મી મે 2025ના રોજ ભારત માટે એક ઐતિહાસિક મોડ હશે. 

2/10
image

તેમના જણાવ્યાં મુજબ આ દિવસે ગ્રહોની દુર્લભ સ્થિતિ બની રહી છે. જે મહાભારત કાળના સમય જેવી છે અને તે ભારત માટે એક નવા યુગની શરૂઆતનો સંકેત આપે છે. 

3/10
image

સ્વામી ગિરી મુજબ મે 2025માં છ ગ્રહોની વિશેષ સ્થિતિ બની રહી છે. જે ઐતિહાસિક રીતે મોટા પરિવર્તનો અને યુદ્ધો સાથે જોડાયેલી છે. તેમણે તેને એક 'યજ્ઞ' જેવી દર્શાવી છે. જે પરિવર્તન અને પુર્નનિર્માણની પ્રક્રિયાનો હિસ્સો છે. 

4/10
image

સ્વામી ગિરીનું માનવું છે કે ભારત છેલ્લા 1000 વર્ષથી પડકારોમાથી ઉગરીને હવે એક સુવર્ણ યુગમાં પ્રવેશ કરી રહ્યું છે. તેમના જણાવ્યાં મુજબ ભારત માત્ર આર્થિક રીતે અને રાજનીતિક રીતે નહીં પરંતુ આધ્યાત્મિક રીતે પણ વિશ્વનું નેતૃત્વ કરશે. 

5/10
image

તેમણે એવી પણ ભવિષ્યવાણી કરી છે કે ભારતને સંયુક્ત રાષ્ટ્રમાં વીટો શક્તિ પ્રાપ્ત થઈ શકે છે.

6/10
image

સ્વામી ગિરીએ એવો પણ સંકેત આપ્યો છે કે આ સમયગાળામાં એક મોટું યુદ્ધ થઈ શકે છે. જેને તેમણે 'યજ્ઞ' તરીકે વર્ણવ્યું છે. 

7/10
image

તેમના જણાવ્યાં મુજબ આ યુદ્ધ જરૂરી પરિવર્તન અને પુર્નનિર્માણની પ્રક્રિયાનો ભાગ હશે જે ભારતને વૈશ્વિક મંચ પર એક નવી ભૂમિકામાં સ્થાપિત કરશે. 

8/10
image

સ્વામી ગિરીનો દ્રષ્ટિકોણ છે કે ભારતની આ ઉન્નતિ ફક્ત ભૌતિક રીતે નહીં પરંતુ તે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રીતે પણ વિશ્વને પ્રભાવિત કરશે. 

9/10
image

તેમના જણાવ્યાં મુજબ ભારત એકવાર ફરીથી 'ધર્મ' અને 'માનવતા'નું માર્ગદર્શક બનશે. સ્વામી યોગેશ્વરાનંદ ગિરીની આ ભવિષ્યવાણીઓ ભારત માટે એક નવી દિશા અને સંભાવનાઓ તરફ સંકેત કરે છે. 

10/10
image

જો કે આ ભવિષ્યવાણીઓની સટિકતા તો સમય જ જણાવશે. પરંતુ એ સ્પષ્ટ છે કે ભારત એક મહત્વપૂર્ણ પરિવર્તનના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)