PHOTOS: પોતાના 6 બાળકો પર કાળ બનીને તૂટી પડ્યા આ નિર્દયી માતા પિતા, 2 માસૂમ મોતને ભેટ્યા

Fri, 19 Feb 2021-1:44 pm,

યુનાઈટેડના યોર્કશાયરમાં માતા પિતાએ પોતાના બે બાળકોને ગળું દબાવીને મારી નાખ્યા. આ ઉપરાંત અન્ય ચાર બાળકોને પણ મારવાના પ્રયત્ન કર્યા પરંતુ સફળ થયા નહી. માતા પિતાએ કુલ 5 વખત બાળકોને મારવાની કોશિશ કરી. (તસવીર-હત્યારા માતા પિતા સારાહ અને બ્રેન્ડન- ફાઈલ ફોટો સાભાર  SWNS)

પોલીસના જણાવ્યા મુજબ માતા પિતાએ પોતાના બે બાળકોને મારી નાખ્યા અને અન્યને મારવાની કોશિશ કરી. તેમણે આવું એટલા માટે કર્યું કારણ કે તેઓ દુનિયાથી પોતાનો સંબંધ છૂપાવવા માંગતા હ તા. તેમણે વિચાર્યું કે જ્યારે બાળકો જ નહીં રહે તો તેમનો સંબંધ પણ બહાર નહીં પડે. માર્યા ગયેલા બાળકોના નામ ત્રશન બરાસ અને બ્લેક બરાસ છે. ત્રિશનની ઉંમર 14 વર્ષની હતી જ્યારે બ્લેકની ઉંમર 13 વર્ષ હતી (તસવીર- મૃતક બાળક બ્લેક બરાસ ફાઈલ ફોટો- SWNS)

કોર્ટમાં માતા પિતા પર પોતાના  બે બાળકોની હત્યા અને અન્ય બાળકોની હત્યા કરવાની કોશિશનું અપરાધ સાબિત થઈ ગયો. ત્યારબાદ કોર્ટે તેમને 35 વર્ષ જેલમાં કેદની સજા સંભળાવી. માતા પિતાએ પોતાના 6 બાળકોને મારવાની કોશિશ કરી હતી. અને 5 વાર મારવાના પ્રયત્ન કર્યા હતાં. (તસવીર- મૃતક બાળક ત્રિશન ફાઈલ ફોટો- સાભાર SWNS)

મિરરના અહેવાલ મુજબ હવે સ્થાનિક પ્રશાસને તે ઘરને તોડી પાડવાનો નિર્ણય લીધો છે જેમાં માતા પિતાએ બાળકોને મોતને  ઘાટ ઉતાર્યા હતા. ઘર તોડી પાડવાથી લોકો ખુશ છે. તેમનું માનવું છે કે આમ કરવું એ જ મૃતક બાળકોને સાચી શ્રદ્ધાંજલિ છે. (જે ઘરમાં માતાપિતાએ બાળકોને માર્યા તેનો ફોટો-સાભાર મેન મીડિયા)

એક પડોશીએ નામ ન જણાવવાની શરતે યોર્કશાયર લાઈવને જણાવ્યું કે આ ઘર ખુબ જ ડરામણું છે. અમે તેની પાસે જતા ડરીએ છીએ. અહીં માતાપિતાએ  પોતાના જ બે બાળકોની હત્યા કરી હતી. જ્યારે કોઈ નવું અહીં આવે છે ત્યારે આ ઘરને ખુબ ચોંકાવનારી નજરે જુએ છે. સામાન્ય રીતે લોકો તેની આજુબાજુ જતા બચે છે. (જે ઘરમાં માતાપિતાએ બાળકોને માર્યા તેનો ફોટો-સાભાર મેન મીડિયા)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link