Paresh Goswami Monsoon Prediction : હાલ આખા દેશમાં વાતાવરણ ડામાડોળ છે. જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું છે, તો ઉત્તર ભારતમાં વાવાઝોડા જેવા પવન સાથે આંધીનું તોફાન ત્રાટક્યું છે. આ વચ્ચે ગુજરાતના વાતાવરણમાં આવેલા પલટાને કારણે ચોમાસા પર અસર પડી શકે છે. ત્યારે ગુજરાતનું આ વર્ષનું ચોમાસું કેવું રહેશે તેની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે.
1/3હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, 5-6 વર્ષથી વેધર સાયકલ ચેન્જ થઈ છે તે પ્રમાણે આપણે પાછોતરું વરસાદ વધારે પડે છે. સપ્ટેમ્બરમાં વધુ પ્રમાણમાં વરસાદ જોવા મળી રહ્યા છે. આ વર્ષે પણ સપ્ટેમ્બર મહિનામાં ખૂબ સારા વરસાદ થવાના છે. 2025ના વર્ષના ચોમાસામાં ભાદરવો ભરપૂર રહેવાનો છે.
2/3તેમણે કહ્યું કે, જુન, જુલાઈ અને ઓગસ્ટ કરતાં સપ્ટેમ્બર મહિનામાં વધારે વરસાદ પણ પડી શકે છે. સપ્ટેમ્બર મહિનાની એવરેજ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બરના 8-9 દિવસ બની શકે કે વરસાદ ન હોય, બાકી 20-21 દિવસ વરસાદ જોવા મળશે. 8-9 દિવસનો ગેપ એકધારો નહીં પરંતુ છૂટોછવાયો હશે. આ મહિનામાં હેલીનો માહોલ જોવા મળશે.
3/3ગુજરાતમાં આગામી બે દિવસ ધૂળની ડમરી ઉડવાની હવામાન વિભાગની આગાહી છે. વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત સિવાય તમામ જિલ્લાઓમાં બે દિવસ ધૂળની ડમરી ઉડવાની શક્યતા છે. આગામી સાત દિવસ હિટવેવની શક્યતા નથી. પરંતું 21 એપ્રિલે સમગ્ર ગુજરાતમાં ધૂળની ડમરી ઉડવાની શક્યતા છે. આ કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તો અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ધૂળની ડમરી ઉડશે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં AQI લગભગ 270 ને પાર જવાની શક્યતા છે. જેમાં મધ્ય ગુજરાતમાં જોવા જઈએ તો આણંદ, કપડવંજ, તારાપુર, પેટલાદ વગેરે ભાગોમાં પણ ધૂળની ડમરી ઉડશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના રાધનપુર, પાટણના કેટલાક ભાગો વિરમગામના વિસ્તાર, કડી અને બેચરાજી, ચોટીલા, સુરેન્દ્રનગર, હળવદ, ધાંગ્રધ્રા, ધંધુકા લખતર આ બધા ભાગોમાં 20 એપ્રિલના બપોર બાદ ધૂળની ડમરીઓ ઉઠશે