આગામી ચાર દિવસ નવી સિસ્ટમ સક્રિય થતા અડધા ગુજરાતમાં થશે વરસાદ; આ જિલ્લાઓને કરાયા એલર્ટ
Paresh Goswami Agahi: રાજ્યમાં આજથી 10 મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. રાજસ્થાન અને તેની આસપાસ આ સિસ્ટમ સક્રિય છે. જેના કારણે ગુજરાતમાં આજે ભાવનગર,અમરેલી,સુરત, ભરૂચમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ અપાયું છે.
અમદાવાદ, ગાંધીનગર,ખેડા,મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે. રેડ અલર્ટ જિલ્લામાં વિજળીના કડાકા, ભારે પવન અને બરફના કરાની સાથે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં ભારે વરસાદનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે.
આવનારા ચાર દિવસ હજુ પણ માવઠાની શક્યતા-પરેશ ગોસ્વામી
રાજ્યમાં અત્યારે માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં પાકિસ્તાન પર બનેલું સાયકલોનિક સર્ક્યુલેશન આગળ વધી રહ્યું છે અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે એટલે ગુજરાતના મિડ લેવલ ઉપર 700 HPA લેવલે ખૂબ અસ્થિરતા જોવા મળી રહી છે અને આ અસ્થિરતાના કારણે હજુ આવનારા ત્રણથી ચાર દિવસ સુધી રાજ્યમાં અનેક જગ્યાએ ભારે માવઠું થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
રાજ્યમાં 10 મે સુધી માવઠાનો માર રહેશે યથાવત. ભાવનગર,અમરેલી,સુરત, ભરૂચમાં ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, અરવલ્લી ભારે વરસાદનું યલો અલર્ટ...અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદનું યલો અલર્ટ. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ..અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી. અમદાવાદમાં ભારે વરસાદનું યેલો અલર્ટ અપાયું છે.
રાજ્યમાં 12 મે સુધી ભારે પવન સાથે વરસાદ વરસશે. હાલ અરબ સમુદ્ર પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થયું છે. જેના કારણે છેલ્લા 2 દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજે મોટાભાગના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે 70થી 80 કિમીની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરી છે.
આજે દક્ષિણ ગુજરાત એ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. 10 મે બાદ ધીરે ધીરે આ સ્થિતિ નોર્મલ થઇ જશે પરંતુ 12 મે સુધી રાજ્યમાં છૂટછવાયો વરસાદ ભારે પવન સાથે વરસી શકે છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ સહિત કચ્છ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ દિવસભર રહેશે અને આ સાથે ભારે પવન સાંજે બપોર બાદ વરસાદનુ પણ અનુમાન છે.
Trending Photos