હોળી પર દિવાળી મનાવશે આ તારીખે જન્મેલા લોકો, માતા લક્ષ્મી એટલા પૈસા આપશે કે નવું બેંક ખાતું ખોલાવવું પડશે
Saptahik Ank Rashifal: અંક જ્યોતિષની ગણના અનુસાર આ સપ્તાહ મૂળાંક 4 અને 8 માટે આર્થિક રૂપથી ભાગ્યશાળી રહેશે. તો કેટલાક જાતકોની લવ લાઇફ શાનદાર રહેશે. જાણો મૂળાંક 1થી મૂળાંક 9 સુધીના અંકોનું સાપ્તાહિક અંક રાશિફળ.
મૂળાંક 1નું ભવિષ્યફળ
મૂળાંક 3ના જાતકોને આ સપ્તાહે કાર્યક્ષેત્રમાં માન-સન્માન મળશે. કોઈ નવા પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ શકે છે. વધુ ભાવુક થવાથી બચો. કોઈ દુખદ સમાચાર આવી શકે છે.
મૂળાંક 2નું ભવિષ્યફળ
આ સપ્તાહે તમને સારી તક મળશે, જે તમારૂ ભવિષ્ય નિખારી શકે છે. આર્થિક લાભ થશે. તમારી આવક વધતી જશે. કોઈ ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો. લોકો તમારી પ્રશંસા કરશે.
મૂળાંક 3નું ભવિષ્યફળ
આ સપ્તાહે મૂળાંક ત્રણના જાતકોને સારા સમાચાર મળી શકે છે. તમે પ્રયાસ કરતા રહો કારણ કે તમે સફળતાની નજીક છો. લવ લાઇફ સારી રહેશે. લગ્ન જીવન પણ સારૂ રહેશે. તમે કોઈ ટ્રિપ પર જઈ શકો છો.
મૂળાંક 4નું ભવિષ્યફળ
આ સપ્તાહ મૂળાંક 4ના જાતકો માટે શાનદાર રહેવાનું છે. તમને ધનલાભ થઈ શકે છે. કારોબારમાં આ સમય સારો છે. નિર્ણય લેવામાં વિલંબ ન કરો. લવ પાર્ટનર સાથે ટ્યુનિંગ સારી રહેશે. ઘરમાં ખુશીનો માહોલ રહેશે.
મૂળાંક 5નું ભવિષ્યફળ
આ સમય તમને મોટી સફળતા અપાવી શકે છે, પરંતુ તમારે એલર્ટ રહેવાની જરૂર છે. સાચા સમયે સાચો નિર્ણય લો. વર્કપ્લેસ પર કોઈ સાથે વિવાદ ન કરો. રોકાણથી દૂર રહો, બાકી નુકસાન થઈ શકે છે.
મૂળાંક 6નું ભવિષ્યફળ
મૂળાંક 6ના જાતકોને કરિયરમાં પ્રગતિ થવાનો યોગ છે. તમને મોટા પદ અને મોટા પેકેજવાળી નોકરી ઓફર થશે. લવ લાઇફ પાટા પર આવી જશે. તમારૂ જીવન સારૂ થશે. રોકાણનો નિર્ણય સમજી-વિચારીને કરવો.
મૂળાંક 7નું ભવિષ્યફળ
મોટી સફળતા તમારી પ્રતીક્ષા કરી રહી છે. નવું કામ શરૂ કરી રહ્યાં છો તો પહેલા પ્લાનિંગ કરો. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. પૈસાનું રોકાણ સમજી-વિચારીને કરો. લવ લાઇફમાં ત્રીજાની દખલ ગેરસમજણ વધારશે.
મૂળાંક 8નું ભવિષ્યફળ
કરિયરમાં સારા પરિણામ મળશે. આર્થિક દ્રષ્ટિએ આ સપ્તાહ સારૂ રહેવાનું છે. કોર્ટ-કચેરીના મામલામાં પરિણામ તમારા પક્ષમાં આવી શકે છે. લવ લાઇફ સાથે જોડાયેલા સારા સમાચાર મળી શકે છે. લગ્ન નક્કી થઈ શકે છે.
મૂળાંક 9નું ભવિષ્યફળ
અંક 9 ના લોકો માટે આ સપ્તાહ શુભ છે. તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. જો કે, કામનું ભારણ નોંધપાત્ર રહેશે. પરંતુ તમે તમારી ક્ષમતાના આધારે બધું સંભાળી લેશો. લવ પાર્ટનર સાથે સંબંધ વધુ મજબૂત બનશે.
ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos