દિલ્હી ચૂંટણી: ધરણા બાજૂ પર મૂકીને મતદાન માટે દોડી રહ્યાં છે શાહીન બાગના લોકો, જુઓ PHOTOS

અનેક મહિલાઓ બુરખામાં પહેરીને મતદાન માટે આવી રહી છે. તાજી તસવીરોમાં જુઓ શાહીનબાગના મતદાનનો નજારો...

Feb 8, 2020, 09:38 AM IST

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. દિલ્હીની 70 બેઠકો પર આજે સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. આ વખતે ચૂંટણીમાં શાહીનબાગ સૌથી સંવેદનશીલ વિસ્તાર ગણાયો છે. ત્યાં નાગરિકતા કાયદાને લઈને મોટા પાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. આજે સવારથી જ મતદારોની લાંબી લાઈન જોવા મળી રહી છે. અહીં સવારથી જ મતદારો પોતાના મતાધિકાર માટે ઉમટી રહ્યાં છે.
 

1/8

પોલિંગ બૂથ નંબર 46 અને 47

પોલિંગ બૂથ નંબર 46 અને 47

પોલિંગ બૂથ નંબર 46 અને 47 પર લોકો ખુબ ઉત્સાહિત થઈને મતદાન કરતા જોવા મળ્યાં. 

2/8

જામા મસ્જિદ

જામા મસ્જિદ

જામા મસ્જિદ વિસ્તારમાં પણ સવારથી મતદાન ચાલુ છે. 

3/8

લગભગ 50 દિવસથી ચાલુ છે ધરણા

લગભગ 50 દિવસથી ચાલુ છે ધરણા

નાગરિકતા કાયદા વિરુદ્ધ છેલ્લા 50 દિવસથી ધરણા પર બેઠેલા જામિયા નગરના શાહીન બાગના લોકો સવારથી મતદાન માટે મતદાન મથકે પહોંચી રહ્યાં છે. 

4/8

સવારથી છે લાંબી લાઈન

સવારથી છે લાંબી લાઈન

મતદાન શરૂ થયું ત્યારથી શાહીન બાગમાં મતદારોની લાંબી લાઈન જોવા મળી રહી છે. 

5/8

શાહીન પબ્લિક સ્કૂલના પોલિંગ બૂથમાં

શાહીન પબ્લિક સ્કૂલના પોલિંગ બૂથમાં

અહીં શાહીન પબ્લિક સ્કૂલના પોલિંગ બૂથ પર મોટી સંખ્યામાં મતદારોની લાઈન જોવા મળી.

6/8

મહિલાઓ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે

મહિલાઓ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે

મતદાન કરવા આવનારા મતદારોમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે. 

7/8

વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ પણ મહિલાઓ કરી રહી છે

વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ પણ મહિલાઓ કરી રહી છે

અત્રે જણાવવાનું કે શાહીન બાગમાં નાગરિકતા કાયદાના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શનનું નેતૃત્વ મહિલાઓ કરી રહી છે. 

8/8

વધી શકે છે ભીડ

વધી શકે છે ભીડ

એવો અંદાજ છે કે થોડીવારમાં મતદાન કરવા આવનારા મતદારોની સંખ્યા વધી શકે છે.