close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

મૂશળધાર વરસાદથી મધ્ય પ્રદેશ બેહાલ, પ્રદેશના 32 જિલ્લાઓમાં ચારેકોર પાણી જ પાણી, જુઓ PHOTOS

ભોપાલમાં કેરવા ડેમથી લઈને કલિયાસોત ડેમના લગભગ 16 વાર ગેટ અત્યાર સુધી ખોલી નખાયા છે. જે છેલ્લા 15 વર્ષનો રેકોર્ડ તોડી રહ્યા છે. આ બાજુ કોલાર ડેમ પણ લબાલબ થઈ ગયો છે. નર્માદા પોતાના ખતરાના નિશાન સુધી પહોંચી ગઈ છે. 

Sep 9, 2019, 01:07 PM IST

ભોપાલ: મધ્ય પ્રદેશમાં આગામી કેટલાક દિવસો સુધી લોકોને રાત મળે તેવા એંધાણ નથી. પ્રદેશમાં થઈ રહેલા મૂશળધાર વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું છે. હવામાન ખાતાએ લગભગ એક ડઝન જેટલા જિલ્લાઓ માટે રેડ અલર્ટ જારી કર્યું છે. વર્ષોનો રેકોર્ડ પ્રદેશમાં આ વરસાદ તોડ્યો અને પ્રદેશના લગભગ તમામ મોટા બંધ છલકાઈ ગયા છે. હવામાન વૈજ્ઞાનિક મમતા યાદવનું માનીએ તો પ્રદેશની રાજધાની ભોપાલ સહિત ગ્વાલિયર ચંબલ સંભાગ ઉપરાંત લગભગ 12 જિલ્લાઓમાં રેડ અલર્ટ જારી કરાયું છે. ત્યાંના જિલ્લા પ્રશાસનને પણ સૂચિત કરી દેવાયા છે.

1/6

સ્થિતિ પર પ્રશાસનની નજર

સ્થિતિ પર પ્રશાસનની નજર

રાજ્ય સરકારની નજર સતત વરસાદના કેર પર છે. પ્રદેશના જનસંપર્ક મંત્રી પીસી શર્માનું માનીએ તો સતત પ્રશાસન નજર રાખી રહ્યું છે. દરેક જગ્યાએ વ્યવસ્થા કરાઈ રહી છે. જેથી કરીને લોકોને પરેશાનીનો સામનો ન કરવો પડે અને લોકોને સુરક્ષિત સ્થળો ઉપર પણ છોડવામાં આવી રહ્યાં છે. 

2/6

રસ્તાઓ પર પાણી જ પાણી

રસ્તાઓ પર પાણી જ પાણી

ભારે વરસાદના કારણે ભોપાલના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. જેનાથી અવરજવર પ્રભાવિત થઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે જનજીવન ખુબ પ્રભાવિત થયું છે. વરસાદ અને પાણી ભરાવવાના કારે લોકોનું ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. 

3/6

ભદભદા ડેમમાં યુવકે છલાંગ લગાવી

ભદભદા ડેમમાં યુવકે છલાંગ લગાવી

આ બાજુ વરસાદ અને નદી નાળામાં પાણીના વધેલા સ્તરના કારણે ભોપાલ સ્થિત ભદભદા ડેમમાં રવિવારે સાંજે એક યુવકે છલાંગ લગાવી દીધી હતી, ત્યારબાદથી તે યુવકની કોઈ ભાળ મળી નથી. એસડીઆરએફની ટીમ છેલ્લા કેટલાક કલાકોથી લાપત્તા યુવકની શોધમાં ભદભદા ડેમના ચક્કર કાપી રહી છે. પરંતુ હજુ સુધી તે યુવકની કોઈ જ ભાળ મળી નથી. 

4/6

ભોપાલમાં રવિવારે 44 મિમી વરસાદ

ભોપાલમાં રવિવારે 44 મિમી વરસાદ

અત્રે જણાવવાનું કે મધ્ય પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ભોપાલ, રાયસેન, અને મંડલામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ભોપાલ કલેક્ટરે તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ બહાર  પાડતા સ્થાનિક લોકોને સતર્ક રહેવાની ચેતવણી આપી છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ રાજધાની ભોપાલમાં રવિવારે 44 મિમી વરસાદ થયો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં.

5/6

32 જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ

32 જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ

હવામાન ખાતાના જણાવ્યાં મુજબ મંગળવારે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે વિભાગે આ જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ જારી કરતા લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. આ સાથે જ પ્રશાસને તમામ સાવચેતીઓ રાખવાનું કહ્યું છે. 

6/6

સરકારી અને પ્રાઈવેટ શાળાઓમાં રજા

સરકારી અને પ્રાઈવેટ શાળાઓમાં રજા

વિદિશા જિલ્લામાં પણ સતત મૂશળધાર વરસાદના કરાણે પાણી ભરાવવાની સ્થિતિને જોતા કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમ સિંહે જિલ્લાના તમામ સરકારી અને પ્રાઈવેટ શાળાઓ અને ગ્રાન્ટપ્રાપ્ત સંસ્થાઓ માટે એક દિવસ રજા જાહેર કરવાનો આદેશ આપ્યો છે. જિલ્લા કલેક્ટર જે સી જટિયાએ આદેશ બહાર પાડતા તમામને પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહેવાની સલાહ પણ આપી છે.