પુલવામા હુમલો: આ PHOTOS જોઈને આખી દુનિયા થઈ હતી સ્તબ્ધ, અત્યારે પણ જોઈને લોહી ઉકળી જશે

વર્ષ 2019માં આજેના દિવસે જ સીઆરપીએફના 40 જવાનોએ આતંકીઓની કાયરતાપૂર્ણ હરકતના કારણે શહાદત વ્હોરી હતી. પુલવામા હુમલાના એ ભયાનક દ્રશ્યો જોઈને આખી દુનિયા સ્તબ્ધ થઈ હતી. તસવીરો જોઈને અત્યારે પણ લોહી ઉકળી જાય. આ પુલવામા હુમલાની ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. 

Feb 14, 2020, 04:40 PM IST

નવી દિલ્હી: વર્ષ 2019માં આજેના દિવસે જ સીઆરપીએફના 40 જવાનોએ આતંકીઓની કાયરતાપૂર્ણ હરકતના કારણે શહાદત વ્હોરી હતી. પુલવામા હુમલાના એ ભયાનક દ્રશ્યો જોઈને આખી દુનિયા સ્તબ્ધ થઈ હતી. તસવીરો જોઈને અત્યારે પણ લોહી ઉકળી જાય. આ પુલવામા હુમલાની ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો હતો. 

1/5

પુલવામા હુમલા બાદના દ્રશ્યો

પુલવામા હુમલા બાદના દ્રશ્યો

14 ફેબ્રુઆરી 2019ના રોજ 78 ગાડીઓનો કાફલો સીઆરપીએફના 2500 જવાનોને લઈને નેશનલ હાઈવે 44 પર જમ્મુથી શ્રીનગર જઈ રહ્યો હતો. 

2/5

40 જવાનો થયા હતા શહીદ

40 જવાનો થયા હતા શહીદ

કાફલો સવારે 3.30 વાગે જમ્મુથી નીકળ્યો હતો અને સાંજ સુધીમાં શ્રીનગર પહોંચવાનો હતો. નેશનલ હાઈવે બે દિવસથી બંધ હતો આ જ કારણ હતું કે કાફલામાં મોટી સંખ્યામાં વાહનો હતાં. 

3/5

અવંતિપોરા પાસે લેથાપોરામાં થયો હતો હુમલો

અવંતિપોરા પાસે લેથાપોરામાં થયો હતો હુમલો

અવંતિપુરા પાસે લેથાપોરામાં બપોરે 3.15 વાગે વિસ્ફોટકો ભરેલી કાર જવાનોને લઈને જતી એક બસ સાથે ટકરાઈ હતી. વિસ્ફટોમાં સીઆરપીએફની 76મી બટાલિયનના 40 જવાનો શહીદ થયા હતાં. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતાં. ઘાયલોને શ્રીનગરની બેસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતાં. 

4/5

જૈશ એ મોહમ્મદ આતંકી જૂથે લીધી હતી જવાબદારી

જૈશ એ મોહમ્મદ આતંકી જૂથે લીધી હતી જવાબદારી

જૈશ એ મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી હતી અને હુમલાખોર આદિલ અહેમદ ડારનો એક વીડિયો પણ બહાર પાડ્યો હતો. 22 વર્ષનો ડાર કાકપોરાનો રહીશ હતો અને એક વર્ષ પહેલા જ તે આતંકી સંગઠન સાથે જોડાયો હતો. 

5/5

ભારત સરકારે આ રીતે લીધો બદલો

ભારત સરકારે આ રીતે લીધો બદલો

ભારત સરકારે આ કાયરતાપૂર્ણ હરકતનો બદલો લેવા માટે આતંકી સંગઠનોના ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરવાનો નિર્ણય લીધો હતો. 26 ફેબ્રુઆરીના રોજ 12 મનરાજ 2000 જેટ વિમાનોએ એલઓસી પાર કરી અને બાલાકોટમાં આતંકી ઠેકાણાઓ પર બોમ્બ વરસાવ્યા હતાં. ભારતીય વાયુસેનાએ જૈશના ટ્રેનિંગ કેમ્પો પર હુમલો કર્યો જેમાં અનેક આતંકીઓ માર્યા ગયા હતાં.