દુનિયામાં જળપ્રલયના ભણકારા! સદીના અંત સુધીમાં આવશે જળપ્રલય, દુનિયાના 7 શહેરો પર તોળાયો ખતરો
Places to be Underwater: આવી રહ્યો છે જળપ્રલય! આ કંઈ ડરાવવાની વાત નથી, પરંતુ એકદમ હકીકત છે. દુનિયામાં અનેક એવી જગ્યા છે જેના વિશે એવું કહેવામાં આવે છે કે, તે 21મી સદીના અંત સુધી જળપ્રલયનો શિકાર બની શકે છે. જેમાં વેનિસ, માલદીવ, બેંગકોક, ઢાકા સહિતની જગ્યાઓનો સમાવેશ થાય છે. ત્યારે દુનિયાના જાણીતા સ્થળોનું અસ્તિત્વ કેમ ખતરામાં છે? શું જળ પ્રલયમાંથી આ શહેરોને બચાવી શકાય તેમ નથી? ચાલો આ સવાલના જવાબ જાણીએ.
આ તમામ જાણીતી જગ્યાઓના નામ ધ્યાનથી જોઈ લો. કેમ કે આ જગ્યાઓ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, 21મી સદીના અંત સુધીમાં તે જળપ્રલયનો શિકાર બની શકે છે. એટલે કે આ જગ્યા સમુદ્રમાં જળસમાધિ લઈ લેશે.
દુનિયા ક્યારે અને કેવી રીતે ખતમ થશે આ સવાલ ઘણા સમચથી ચર્ચામાં છે. કોઈ કહે છે કે ચારેબાજુ મહામારી ફેલાશે. તો કોઈ કહે છે ધીમે-ધીમે અધર્મ એટલો ફેલાશે કે દુનિયામાં દરેક વસ્તુનો સર્વનાશ થઈ જશે. પરંતુ એક વસ્તુ છે જેનો ડર દરેકને અત્યારથી પરેશાન કરવા લાગ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ દુનિયાના તે સમુદ્રી વિસ્તારની. જે છેલ્લાં ઘણા સમયથી ગ્લોબલ વોર્મિંગના કારણે ઘણા જોખમી બની રહ્યા છે. સાથે જ સમુદ્રની જળસપાટીમાં સતત વધારો પણ વૈજ્ઞાનિકો માટે મોટી ચિંતાનું કારણ છે.
ત્યારે તમારા મનમાં એમ થતું હશે કે, કયા શહેરો સમુદ્રમાં ડૂબી જવાનો ખતરો સૌથી વધારે છે? તો તે પણ જાણી લો. આ યાદીમાં સૌથી પહેલો નંબર માલદીવનો છે. માલદીવ જે પોતાના ભૂરા સમુદ્રના કારણે જાણીતું છે. અહીંયા હનીમૂન માટે કપલ્સથી લઈને સેલિબ્રિટીઓ આખું વર્ષ આવે છે. આ જગ્યાની હાલત 21મી સદી પહેલાં ડૂબવા જેવી થઈ જશે. કેમ કે, માલદીવ દુનિયાનો સૌથી નીચો દેશ છે. જેની સરેરાશ જમીનની ઉંચાઈ લગભગ 1.5 મીટર છે. વધતી જળસ્તરના કારણે તેના 1200 ટાપુ ડૂબી શકે છે.
આ યાદીમાં બીજા નંબરે છે ઈટલીનું જગવિખ્યાત શહેર વેનિસ છે. જેને ફ્લોટિંગ સિટી પણ કહેવામાં આવે છે. અહીંયા પણ સમુદ્રનું જળસ્તર સતત વધી રહ્યું છે. જેના કારણે તેના અસ્તિત્વ સામે મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોના મતે 2150 સુધીમાં વેનિસનો મોટો ભાગ સમુદ્રમાં ગરકાવ જઈ જશે.
અમેરિકાનું ન્યૂ ઓરલીન્સ શહેર પણ ખતરામાં છે. કેમ કે સમુદ્રથી ઘેરાયેલા આ વિસ્તારમાં તોફાની લહેરો આવતી રહે છે અને પાણીના વધતા પ્રમાણથી આ જગ્યા હાઈ રિસ્ક ઝોનમાં છે. એવું માનવામાં આવ્યું રહ્યું છે કે, 2100 સુધીમાં શહેરનો મોટો ભાગ જળસમાધિ લઈ લેશે.
થાઈલેન્ડના બેંગકોક શહેરને યુવાઓ માટેના જન્નત તરીકે ઓળખવામાં આવે છે. અહીંયાની રંગીન નાઈટ લાઈફ આખી દુનિયામાં જાણીતી છે. પરંતુ આ શહેર પણ ઝડપથી શહેરોના વિકાસના કારણે ગ્લોબલ વોર્મિંગની ઝપેટમાં આવી રહ્યું છે. ધીમે-ધીમે અહીંયા પાણીની સપાટી વધી રહી છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે, આ શહેરનો મોટો ભાગ સમુદ્રમાં ડૂબી જશે.
તુવાલુ પ્રશાંત મહાસાગરમાં આવેલ એક નાનો ટાપુ દેશ છે. આ જગ્યા પર પણ સમુદ્રના જળનો મોટો ખતરો છે. કેમ કે તુવાલુ સમુદ્ર તળથી માત્ર 4.5 મીટર ઉપર છે. તેની જનસંખ્યા લગભગ 12,000ની છે. તુવાલુ સૌથી વધારે જોખમવાળા દેશમાંથી એક છે. તુવાલુમાં જળવાયુ પરિવર્તનના કારણે દર વર્ષે સમુદ્રની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. જે તેના અસ્તિત્વ સામે મોટો પડકાર બની રહ્યો છે.
બાંગ્લાદેશનું ઢાકા શહેર તેની ખૂબસૂરતી અને કાપડ માટે આખી દુનિયામાં જાણીતું છે. પરંતુ તેના અસ્તિત્વ સામે પણ ખતરો છે. કેમ કે અહીંયા પણ સતત પૂર અને ખેતીની જમીનમાં સમુદ્રનું પાણી પહોંચી રહ્યું છે. જેનાથી હાલમાં પણ લાખો લોકો પરેશાન છે. તેની વચ્ચે ઢાકાનો મોટો ભાગ 2050 સુધીમાં પાણીના કબજામાં હશે તેવું અનુમાન છે. આ સિવાય દેશના 70 ટકાથી વધારે ભાગને વિનાશકારી પૂરનો પણ સામનો કરવો પડશે.
સેશલ્સ પોતાના સુંદર અને મનોરમ્ય ટાપુઓ માટે જાણીતો દેશ છે. જ્યાં જૈવ વિવિધતા અને સુંદર સમુદ્ર કિનારો આવેલો છે. પરંતુ અહીંયા પણ એકસરખી જ પરિસ્થિતિ છે. તેનું કારણ છે ગ્લોબલ વોર્મિંગ. વધતા સમુદ્ર સ્તરથી માત્ર ટાપુનું પર્યાવરણ જ નહીં પરંતુ સ્થાનિક લોકોની લાઈફસ્ટાઈલ પણ ખતરામાં છે.
ત્યારે આ ખૂબસૂરત શહેરોની સાથે સાથે ત્યાં રહેતાં લોકોના જીવન સામે પણ મોટું સંકટ છે. હજુપણ દુનિયા પાસે સમય છે. ચેતી જાય અને ગ્બોલલ વોર્મિંગમાં ઘટાડા માટે પ્રયાસો શરૂ કરે. નહીં તો આ તો માત્ર 7 જ શહેરો છે. પરંતુ તે દિવસ દૂર નથી જ્યારે આખી દુનિયામાં પાણીનું સામ્રાજ્ય હશે.
Trending Photos