Gujarat Election 2022: PM મોદીનો માતૃપ્રેમ: મતદાન પહેલાં PM નરેન્દ્ર મોદીએ માતા હીરાબાના લીધા આશીર્વાદ

PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન પહેલાં માતા હીરાબાના આશીર્વાદ લીધા...ગાંધીનગરમાં રાયસણ ખાતે પહોંચી પ્રધાનમંત્રી માતા હીરાબાની મુલાકાત કરી...30 મિનિટ જેટલો સમય પ્રધાનમંત્રીએ માતા સાથે વિતાવ્યો હતો..જેમાં માતાના પગ ધોઈને ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. તો માતા સાથે ગરમા ગરમ ચાની ચૂસ્કીની પણ મજા માણી હતી. મહત્વનું છે છેલ્લા 6 મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માતા હીરાબાની 3 વખત મુલાકાત કરી છે..જેમાં 18 જૂન અને 27 ઓગસ્ટે માતાને મળીને પ્રધાનમંત્રીએ આશીર્વાદ લીધા હતા.

1/5

વડાપ્રધાન મોદી આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા બાદ તેઓ ગાંધીનગર રવાના થયા. રાયસણમાં માતા હીરાબા સાથે ટૂંકી મુલાકાત બાદ સોમવારે સવારે તેઓ મતદાન માટે રાણીપની નિશાન સ્કૂલમાં જશે. મતદાન પહેલા પીએમ મોદીએ માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે તેમના ઘરે પહોંચ્યા છે.

2/5

રાજ્યમાં સભાઓ, રેલીઓ અને રોડ શો ગજવીને પરત દિલ્હી ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા તબક્કાના મતદાન માટે અમદાવાદ આવી પહોંચ્યા છે અને માતા સાથે મુલાકાત બાદ કમલમમાં પહોંચશે. પરંતુ હાલ પીએમ મોદીનો માતૃપ્રેમ તમામની સામે ફરી એકવાર આવ્યો છે. 

3/5

વડાપ્રધાન મોદી માતા હીરાબાને મળીને આશીર્વાદ લીધા. વડાપ્રધાન મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ રાણીપથી કરશે. તેઓ દર વખતે અહીં મતદાન કરવા માટે પહોંચે છે.નોંધનીય છે કે, ગુજરાત ચૂંટણીમાં પીએમ મોદીએ અનેક વિસ્તારોનાં મતદાતાઓને આકર્ષવા માટે 30 જનસભા સંબોધી હતી પરંતુ તેઓએ માતા સાથે મુલાકાત કરી ન હતી.  

4/5

5/5