ભારતમાં આ વિશાળ મંદિરની અંદર પણ વસેલું છે એક શહેર, શું તમે જાણો છો? ખાસ જુઓ Photos

Fri, 19 Jan 2024-12:38 pm,

પીએમ મોદી દક્ષિણ ભાતરના શ્રી રંગનાથસામી મંદિરમાં પૂજાપાઠ કરશે. આ મંદિર ખુબ જ વિશાળ છે અને 156 એકરમાં ફેલાયેલું છે. ભગવાન વિષ્ણુને સમર્પિત આ મંદિરમાં મૂર્તિથી લઈને મંદિરની વિશાળતા, સુંદરતા, ભવ્યતા, વગેરે બધુ જ ખાસ છે.   

શ્રી રંગનાથસ્વામી મંદિર પ્રાચીન મંદિર છે અને 631,000 મીટર સ્ક્વેરમાં ફેલાયેલું છે. એવું કહી શકાય  કે આ મંદિર પરિસરમાં જ અંદર આખું એક શહેર જાણે વસેલું છે. હકીકતમાં મંદિરના પટાંગણની અંદર માત્ર હોટલ અને સામાન્ય દુકાનો નહં પરંતુ રહેવા માટે પૂરું રેસિડેન્શિયલ પ્લેસ, મોટું માર્કેટ સહિત અનેક સુવિધાઓ છે. આ મંદિરની અંદર 49 ધાર્મિક સ્થળ પણ બનેલા છે. જે ભગવાન વિષ્ણુને જ સમર્પિત છે. 

ભગવાન વિષ્ણુને દક્ષિણમાં શ્રી રંગનાથસ્વામી પણ કહે છે. આ મશહૂર મંદિર શ્રી રંગનાથસ્વામી મંદિરમાં ભગવાન વિષ્ણુની શેષનાગની શૈય્યા પર સૂતા વિશાળ પ્રતિમા છે. 

આ મંદિરનું વાસ્તુશિલ્પ તમિલ શૈલી પર આધારિત છે. મંદિર 21 ગોપુરમ (દ્વાર) અને 1000 સ્તંભો પર બનેલું છે. જો કે હવે તેના 953 સ્તંભો જ દેખાય છે. આ પ્રાચીન મંદિરને ગ્રેનાઈટ પથ્થરોથી વિજયનગર કાળ (1336-1565)માં બનાવવામાં આવ્યું હતું.   

શ્રી રંગનાથસ્વામી મંદિર ભારતનું સૌથી ઊંચુ મંદિર છે. એવું કહેવાય છે કે આ મંદિરમાં ભગવાન રામે લાંબા સમય સુધી પૂજા  કરી હતી. રાવણ વધ બાદ તજ્યારે ભગવાન રામ લંકાને વિભિષણના હાથમાં સોંપીને પાછા ફરી રહ્યા હતા ત્યારે અહીં પ્રભુ રામના રસ્તામાં  ભગવાન વિષ્ણુ પ્રગટ થયા હતા અને તેમણે આ જગ્યા પર રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારથી અહીં વિષ્ણુજીની પૂજા થઈ રહી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link