PM મોદીએ અચાનક લેહ પહોંચી વધાર્યો જવાનોનો જુસ્સો, ચીનને આપ્યો આ સ્પષ્ટ સંદેશ!, ખાસ જુઓ PHOTOS

પીએમ મોદીને સૌ પ્રથમ તો સેનાએ તાજા હાલાત અંગે બ્રિફિંગ કર્યું અને ત્યારબાદ તેમણે ફ્રન્ટ લાઈન પર તૈનાત જવાનો સાથે પોતે વાત કરી. 
 

ભારત-ચીન વચ્ચે પૂર્વ લદાખ સેક્ટરમાં અનેક જગ્યાઓ પર તણાવ છે. આ બધા વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ આજે લદાખની ફોરવર્ડ લોકેશન્સની મુલાકાત લઈને ચીનને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. હકીકતમાં આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ લેહની મુલાકાતે આવવાના હતાં જેને રિશેડ્યુલ કરાઈ છે. આવામાં પીએમ મોદીનો બોર્ડર વિસ્તારોમાં જઈને સૈનિકો વચ્ચે રહવું અને જુસ્સો વધારવો એ ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ને સ્પષ્ટ સંદેશ છે કે ભારત સરકાર તેના સૈનિકોની સાથે છે. પીએમ મોદીને સૌ પ્રથમ તો સેનાએ તાજા હાલાત અંગે બ્રિફિંગ કર્યું અને ત્યારબાદ તેમણે ફ્રન્ટ લાઈન પર તૈનાત જવાનો સાથે પોતે વાત કરી. (તસવીરો-સાભાર ANI)
 

મિલેટ્રી ચોપરથી ધમાકેદાર એન્ટ્રી

1/7
image

પીએમ મોદીએ અચાનક લદાખની મુલાકાત લેવાનું નક્કી કર્યું. તેમની સાથે સીડીએસ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ એમ એમ નરવણે પણ છે.

2/7
image

3/7
image

નીમુ પર સૈનિકો સાથે કરી મુલાકાત

4/7
image

પીએમ મોદીએ લદાખની ફોરવર્ડ લોકેશન, નીમુ પર સૈનિકો સાથે મુલાકાત કરી. અહીં સેના ઉપરાંત ઈન્ડો તિબ્બત બોર્ડર પોલીસ (ITBP) અને એરફોર્સના જવાન પણ તૈનાત છે. નોંધનીય છે કે પરિસ્થિતિને ધ્યાનમાં લેતા હાલ લદાખ અને ચીન સરહદે લગભગ 45000 જવાનો તૈનાત છે. 

5/7
image

ખુબ જ મહત્વની છે નીમુ પોસ્ટ

6/7
image

11000 ફૂટની ઊંચાઈ પર આવેલી નીમુ પોસ્ટ પર પહોંચવું ખુબ મુશ્કેલ છે. તેની ટેરેન ખુબ કપરી છે અને જંસ્કાર રેન્જથી ઘેરાયેલી છે. આ પોસ્ટ સિંધુ નિદીના કિનારાઓ પર સ્થિત છે. 

જવાનોનો વધાર્યો જુસ્સો

7/7
image

નીમુમાં પીએમ મોદીએ જવાનોને સંબોધન કર્યું અને જે તસવીરો સામે આવી છે તેમાં ભારતીય સૈનિકો અનુશાસનમાં તથા કોરોના વાયરસને પગલે સાવધારી વર્તીને બેઠેલા જોવા મળ્યા છે.