સુરતમાં જાહેરમાં કપલને ચાલુ બાઇકે કિસ કરવી ભારે પડી, વીડિયો VIRAL થયા બાદ એવું થયું કે કોઇએ વિચાર્યું નહી હોય...

સુરતમાં સ્ટંટ કરનારાઓ વિરુદ્ધ સુરત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે

Mar 12, 2021, 05:16 PM IST

શહેરમાં સ્ટંટ કરતી યુવતીના વીડિયો વાયરલ થયા બાદ તેના પર કાર્યવાહીની શાહી હજી સુકાઇ નથી ત્યાં ફરી એકવાર વાયરલ થઇ રહ્યો છે. જેમાં આ યુવક પોતાની બાઇકમાં પાછળ બેઠેલી યુવતીને આગળ ખેંચી કાઢે છે. અને પછી ચાલુ બાઇકે તેની સાથે રોમાન્સ કરવા લાગે છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ કેસ થતા આ કપલે માફી માંગી લીધી છે. જો કે પોલીસ દ્વારા તેની વિરુદ્ધ જાહેરનામા ભંગ અને કેટલીક અન્ય કલમો લગાડીને કાર્યવાહી કરી છે. હાલ તો આ બંન્નેની માફી માંગતો વીડિયો સામે આવ્યો છે. 

1/5

શહેરમાં સ્ટંટ કરતી યુવતીના વીડિયો વાયરલ થયા બાદ તેના પર કાર્યવાહીની શાહી હજી સુકાઇ નથી ત્યાં ફરી એકવાર વાયરલ થઇ રહ્યો છે. જેમાં આ યુવક પોતાની બાઇકમાં પાછળ બેઠેલી યુવતીને આગળ ખેંચી કાઢે છે. અને પછી ચાલુ બાઇકે તેની સાથે રોમાન્સ કરવા લાગે છે. 

2/5

આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ કેસ થતા આ કપલે માફી માંગી લીધી છે. જો કે પોલીસ દ્વારા તેની વિરુદ્ધ જાહેરનામા ભંગ અને કેટલીક અન્ય કલમો લગાડીને કાર્યવાહી કરી છે. હાલ તો આ બંન્નેની માફી માંગતો વીડિયો સામે આવ્યો છે.

3/5

આજકાલ ઘણા યુવાનોને ચાલુ બાઈક પર સ્ટંટ કરવાનો શોખ હોય છે. પરંતુ ક્યારેક આ સ્ટંટ કોઈ માટે મુશ્કેલરૂપ બનતા હોય છે. બે દિવસ પહેલા જ સુરતમાં એક યુવતીનો બાઇક પર સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો હતો. 

4/5

આજે એક કપલનો વીડિયો વાયરલ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા અગાઉ એક યુવતી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. હવે આ કપલની પણ ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોઈ હાઈવેનો લાગી રહ્યો છે. જેમાં એક કપલ બાઇક પર સવારી કરી રહ્યું છે. 

5/5

બાયકર કપલ ચાલુ બાઇકે સ્ટંટ કરી અશ્લિલ હરકતો કરી રહ્યાં છે. વીડિયોની શરૂઆતમાં યુવતી પાછળ બેઠી હોય છે. પરંતુ ત્યારબાદ ચાલુ બાઇકે યુવક તેને પેટ્રોલની ટાંકી પર બેસાડી દે છે. ત્યારબાદ આ યુવક અને યુવતી રસ્તા પર ચાલુ બાઈકે કિસ કરી રહ્યાં છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. પોલીસે હાલ આ યુવક પર ફરિયાદ નોંધી છે.