માત્ર આજે અખાત્રીજના દિવસે ગુજરાતના આ મંદિરમાં સુદામાના ચરણ સ્પર્શ કરવા મળે છે

Written ByDipti Savant
Published: Apr 30, 2025, 04:31 PM IST|Updated: Apr 30, 2025, 04:31 PM IST

Sudama Temple Porbandar : સમગ્ર ભારતમાં એકમાત્ર સુદામાજીનું મંદિર પોરબંદર શહેરમાં આવેલું છે. અહીં વર્ષમાં માત્ર એક દિવસ અખાત્રીજના દિવસે ભકતો સુદામા નિજ મંદિરમાં પ્રવેશ કરી ચરણસ્પર્શ કરી શકે છે
 

1/5

પોરબંદરના વિશ્વ પ્રસિદ્ધ સુદામા મંદિરે વર્ષમાં એક વખત અખાત્રીજના દિવસે ભાવિકોને નિજ મંદિરમાં જઈને સુદામાના ચરણ સ્પર્શ કરવાનો લ્હાવો મળે છે. ત્યારે આજે અખાત્રીજનો દિવસ હોવાથી સવારથી જ ભાવિકોનો ભારે ધસારો સુદામા મંદિર ખાતે જોવા મળી રહ્યો છે.

2/5

વર્ષમાં એક જ વખત નિજ મંદિરમા આ રીતે સુદામાના ચરણપાદુકાનો સ્પર્શ કરીને દર્શન કરવા દેવામાં આવે છે તેનું એક ખાસ મહાત્મય રહેલુ છે. કહેવાય છે કે, આજના દિવસે એટલે કે અખાત્રીજના દિવસે જ કૃષ્ણ સખા સુદામા તેમના પરમ મિત્ર ભગવાન કૃષ્ણને મળવા માટે પોરબંદરથી દ્વારકા રવાના થયા હતા. આજ મહાત્મયને લઈને દર વર્ષે લોકો આ દિવસની પ્રતિક્ષા કરતા હોય છે અને ભાવિકો વહેલી સવારથી જ સુદામ મંદિર ખાતે દર્શનાર્થે પહોંચી જાય છે.   

3/5

સવારના પાંચ વાગ્યાથી શરુ થતા આ દર્શન મોડી રાત્રિ સુધી ચાલશે. સુદામાના ચરણસ્પર્શ કરીને દર્શનાર્થીઓ પણ ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા.

4/5

મંદિરના મહંત નમનદાસ રામાવતે જણાવ્યું કે, દર વર્ષે સુદામા મંદિરે અક્ષય તૃતિયાના દિવસે એક દિવસ નિજ મંદિર ભકતો માટે ખુલ્લું મૂકવામાં આવે છે ત્યારે આ વખતે પણ આજે અખાત્રીજના દિવસે સવારે 6 થી રાત્રે 8:30 કલાક સુધી સુદામાજીનું નિજ મંદિર ભકતો માટે ખુલ્લું રહેશે. જેથી ભકતો નિજ મંદિરમાં પ્રવેશ કરી સુદામાજીના ચરણ સ્પર્શ કરી ધન્યતાનો અનુભવ કરશે.

5/5

ગુજરાતના પોરબંદરમાં સુદામાનું એક માત્ર મંદિર આવેલું છે. આજે એટલે કે જન્માષ્ટમીના દિવસે ભક્તોની ભીડ જામે છે. ભક્તો ચોરાસી ફેરા ફરી ધન્યતા અનુભવે છે. આજના દિવસે મંદિરમાં ભક્તો ધ્વજાજી આરોહણ કરી ભાવ પ્રગટ કરે છે. જન્માષ્ટમીના તહેવાર એટલે કૃષ્ણ જન્મોત્સવ તરીકે ઉજવાય છે આજના દિવસે જેટલી કૃષ્ણની ભક્તિ થાય છે તેટલી જ ભક્તિ ભક્ત સુદામાજીની પણ થાય છે.