Post Office ની ધાંસૂ સ્કીમ, વૃદ્ધોને કરાવશે મોજ.. ઘર બેઠા દર વર્ષે થશે ₹2,46,000 ની કમાણી
નિવૃત્તિ બાદ દરેક લોકોને નિયમિત આવકની ચિંતા રહે છે. જો તમે પણ તેમાંથી એક હોવ તો તમારે પોસ્ટ ઓફિસની વરિષ્ઠ નાગરિક બચત યોજના (Senior Citizen Savings Scheme) વિશે જરૂર જાણવું જોઈએ. આ સ્કીમ દ્વારા વરિષ્ઠ નાગરિકો દર વર્ષે 2.46 લાખ સુધીની કમાણી કરી શકે છે. આવો આ સ્કીમ વિશે જાણીએ...
જાણો કમાણી માટે શું કરવું પડશે

SCSS ખાસ કરી વરિષ્ઠ નાગરિકો માટે બનાવવામાં આવી છે. તેમાં કમાણી કરવા માટે તમારે એક ચોક્કસ રકમ જમા કરવી પડશે. તેમાં વ્યાજથી તમારી કમાણી થાય છે. સામાન્ય રીતે આ રકમ 5 વર્ષ માટે જમા થાય છે, પરંતુ જો તમે ઈચ્છો છો આગામી ત્રણ વર્ષ માટે એક્સટેન્ડ કરાવી શકો છો.
Scheme ના ત્રણ મોટા ફાયદા

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરવાથી તમને ત્રણ ફાયદા થશે. પ્રથમ ફાયદો છે કે તેમાં સારૂ વ્યાજ મળે છે, તેવામાં તમે સારી કમાણી કરી શકો છો. બીજો ફાયદો છે કે તમે જે રકમ ડિપોઝિટ કરો છો તે સુરક્ષિત રહે છે અને બાદમાં તમને પરત મળી જાય છે. ત્રીજો ફાયદો છે કે આ સ્કીમમાં ટેક્સના લાભ મળે છે.
કેટલું રોકાણ કરી શકાય?

SCSS માં મહત્તમ 30,00,000 રૂપિયા સુધી રોકાણ કરી શકો છો, તો લઘુત્તમ રોકાણની મર્યાદા 1000 રૂપિયા છે. વર્તમાનમાં આ સ્કીમમાં 8.2 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે.
આ રીતે થશે ₹2,46,000 ની વાર્ષિક કમાણી

જેમ આપણે ઉલ્લેખ કર્યો છે, તમે આ યોજનામાં વધુમાં વધુ ₹3,000,000 જમા કરાવી શકો છો. નિવૃત્તિ પછી તમારી પાસે નોંધપાત્ર રકમ હશે. તેથી, જો તમે આ યોજનામાં ₹3,000,000 નું રોકાણ કરો છો, તો તમને 5 વર્ષમાં 8.2% ના દરે વ્યાજમાં ₹1,230,000 મળશે. ₹1,230,000 / 5 = ₹2,46,000. આમ, તમે વાર્ષિક ₹2,46,000 કમાઈ શકો છો.
વ્યાજ ત્રિમાસિક જમા થાય છે.

આ વ્યાજ ત્રિમાસિક જમા થાય છે. આમ, જો તમે ₹3,000,000 નું રોકાણ કરો છો, તો તમને દરેક ત્રિમાસિકમાં ₹61,500 વ્યાજ મળશે. જો તમે આ રકમ માસિક વહેંચો છો, તો તમે દર મહિને ₹20,500 કમાઈ શકો છો. વિડિઓ: શું RBI વ્યાજ દર ઘટાડશે? લોન સસ્તી થઈ શકે છે!
ટેક્સ બેનિફિટ પણ મળશે

SCSS માં રોકાણ આવકવેરા વિભાગની કલમ 80C હેઠળ ટેક્સ ડિડક્શન માટે યોગ્ય છે. પરંતુ તેમાં મળનાર વ્યાજ પર ટેક્સ લાગે છે. જો તમારી આવકની મર્યાદા વધારે છે તો ટીડીએસ કાપી શકાય છે.
કેટલી વખત કરાવી શકો છો એક્સટેન્શન?

જો તમે આ સ્કીમનો આગળ ફાયદો લેવા ઈચ્છો છો તો તેને એક્સટેન્ડ કરાવી શકો છો. એકવારમાં 3 વર્ષ માટે સ્કીમ એક્સટેન્ડ થાય છે. જો તમે 3-3 વર્ષના બ્લોકમાં તમારી મરજી પ્રમાણે એક્સટેન્ડ કરાવી શકો છો. તે માટે તમારે ખાતું મેચ્યોર થવાની તારીખથી 1 વર્ષની અંદર કે દર ત્રણ વર્ષનો સમયગાળો ખતમ થયા બાદ પોસ્ટ ઓફિસ જઈને એક ફોર્મ ભરવું પડશે.
Trending Photos




