પોસ્ટ ઓફિસમાં જમા કરો 5 લાખ અને મેળવો 2,24,974 લાખ રૂપિયાનું ફિક્સ વ્યાજ, જાણો આ સ્કીમ વિશે
Post office saving scheme: તમને પોસ્ટ ઓફિસની એક એવી સ્કિમ વિશે જણાવીશું, જેમાં 5 લાખ રૂપિયા જમા કરવા પર તમને 2,24,974 રૂપિયાનું વ્યાજ મળશે.
Post Office Saving Schemes: ભારતીય રિઝર્વ બેંક દ્વારા તાજેતરમાં રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારબાદ ઘણી બેંકોએ એફડીના વ્યાજદરમાં પણ ઘટાડો કર્યો છે. પરંતુ પોસ્ટ ઓફિસ દ્વારા હજુ સુધી બચત યોજનાઓના વ્યાજદરમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. તેવામાં બેંકોની તુલનામાં પોસ્ટ ઓફિસના દરો વધુ આકર્ષક થઈ ગયા છે.
તમને પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ વિશે જણાવીશું, જેમાં 5 લાખ રૂપિયા જમા કરો તો તમને 2,24,974 રૂપિયાનું વ્યાજ મળશે. બેંકોમાં ખોલવામાં આવેલા FD ખાતાની જેમ, ટીડી ખાતા (સમય જમા) પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવે છે. પોસ્ટ ઓફિસમાં 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષની મુદતવાળા TD ખાતા ખોલવામાં આવે છે.
પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને 1-વર્ષના TD પર 6.9 ટકા, 2-વર્ષના TD પર 7.0 ટકા, 3-વર્ષના TD પર 7.1 ટકા અને 5-વર્ષના TD પર 7.5 ટકાના દરે વ્યાજ ઓફર કરી રહી છે.
જો તમે પોસ્ટ ઓફિસમાં 5 વર્ષના TDમાં 5 લાખ રૂપિયા જમા કરાવો છો, તો તમને મેચ્યોરિટી પર કુલ 7,24,974 રૂપિયા મળશે. આ રકમમાં તમારું રૂ. 5,00,000નું રોકાણ ઉપરાંત રૂ. 2,24,974નું વ્યાજ પણ સામેલ છે. પોસ્ટ ઓફિસની ટીડી સ્કીમમાં ગ્રાહકોને ગેરંટી સાથે એકદમ નિશ્ચિત વ્યાજ મળે છે.
ટીડી ખાતામાં લઘુત્તમ રૂ. 1000 જમા કરાવી શકાય છે, જ્યારે મહત્તમ જમા કરવાની કોઈ મર્યાદા નથી. પોસ્ટ ઓફિસમાં જમા તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે. પોસ્ટ ઓફિસ એક સરકારી સિસ્ટમ છે, જે કેન્દ્ર દ્વારા સંચાલિત થાય છે.
Disclaimer: આ સમાચાર માત્ર જાણકારી માટે છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ જરૂર લો.
Trending Photos