માત્ર 20 રૂપિયામાં ખરીદી શકો છો 2 લાખ રૂપિયા સુધીનો આ અકસ્માત વીમો, જાણો શું છે નિયમ અને શરતો?
Pradhan Mantri Suraksha Bima Yojana: PMSBY એક સરકારી સ્કીમ છે, જેમાં 2 લાખ રૂપિયા સુધીનો આકસ્મિક વીમો મળે છે, જેનો કોઈપણ સરળતાથી લાભ લઈ શકે છે. અહીં જાણો આ સ્કીમ સાથે જોડાયેલી ખાસ વાતો.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
ઈન્શ્યોરન્સ ઘણા પ્રકારના હોય છે, જેમાં હેલ્થ ઈન્શ્યોરન્સ, લાઈફ ઈન્શ્યોરન્સ, ટર્મ ઈન્શ્યોરન્સ અને એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ વગેરેનો સામેલ છે. બધાના અલગ-અલગ ફાયદા હોય છે. હેલ્થ ઈન્શ્યોરન્સને લઈને તો બધા લોકો ઘણા જાગૃત થયા છે. પરંતુ બાકીના ઈન્શ્યોરન્સ પર હજુ પણ એટલું ધ્યાન આપવામાં આવતું નથી. પરંતુ નાણાકીય નિષ્ણાતોના મતે આ ઈન્શ્યોરન્સ આપણા પોર્ટફોલિયોમાં હોવા જોઈએ જેથી તમને અથવા તમારા પરિવારને મુશ્કેલીના સમયે મદદ મળી શકે.
માત્ર 20 રૂપિયામાં 2 લાખનું વીમા કવચ
સામાન્ય રીતે અમીર લોકો તો તેને ખરીદવા માટે સક્ષમ હોય છે, પરંતુ ગરીબો અને જરૂરિયાતમંદો આર્થિક સંકડામણને કારણે તેને ખરીદવાને બિનજરૂરી ખર્ચ માને છે. આવા લોકો માટે સરકાર ખૂબ જ ઓછા પ્રીમિયમ સાથે કેટલીક યોજનાઓ ચલાવે છે. આમાંની એક યોજના છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (Pradhan Mantri Suraksha Bima Yojana). આ યોજનામાં 2 લાખ રૂપિયા સુધીનું અકસ્માત વીમા કવચ આપવામાં આવે છે. યોજનાનો લાભ મેળવવા માટે વ્યક્તિએ વાર્ષિક માત્ર 20 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડે છે, જે કોઈપણ વ્યક્તિ સરળતાથી ચૂકવી શકે છે.
18 થી 70 વર્ષ સુધીના લોકો મેળવી શકે છે લાભ
PMSBYનો ઉદ્દેશ્ય ભારતની મોટી વસ્તીને સુરક્ષા વીમો પ્રદાન કરવાનો છે. અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા હતું, જે 1 જૂન 2022થી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું છે. આ એવી રકમ છે, જે ગરીબ વર્ગના લોકો પણ સરળતાથી ચૂકવી શકે છે. જો વીમાધારક વ્યક્તિનું અકસ્માત દરમિયાન મૃત્યુ થાય છે, તો વીમાની રકમ તેના નોમિનીને આપવામાં આવે છે. આ યોજનાનો લાભ 18 વર્ષથી 70 વર્ષની વય વચ્ચેના લોકો મેળવી શકે છે. જો લાભાર્થીની ઉંમર 70 વર્ષ કે તેથી વધુ હોય તો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના સમાપ્ત કરવામાં આવશે. દર વર્ષે 1 જૂન પહેલા તમારા બેન્ક ખાતામાંથી વીમાની રકમ કાપી લેવામાં આવે છે.
આ સ્થિતિમાં મળે છે 2 લાખ રૂપિયાનો લાભ
આ સ્કીમ હેઠળ જો વીમાધારક વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો નોમિનીને 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત સંપૂર્ણ રીતે વિકલાંગ થવું જેમ કે, આંખો સંપૂર્ણ રીતે ઠીક ન થવી, હાથ-પગ ગુમાવવા, એક આંખ અથવા એક હાથ અથવા એક પગનું સંપૂર્ણ નુકસાન થવા જેવા કિસ્સામાં 2 લાખ રૂપિયા સુધીનો લાભ આપવામાં આવે છે. કાયમી આંશિક વિકલાંગતાના કિસ્સામાં 1 લાખ રૂપિયા સુધીનો લાભ મળી શકે છે.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાના નિયમો અને શરતો
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માટે આપવામાં આવેલ 20 રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 1 વર્ષ માટે માન્ય છે. આ પછી સ્કીમ રિન્યૂ કરવાની રહેશે. અકસ્માતના કારણે મૃત્યુ કે અપંગતાના કિસ્સામાં નિયમ મુજબ વીમાની રકમ આપવામાં આવશે. વ્યક્તિની ઉંમર18 થી 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને અરજદાર ભારતીય હોવો જોઈએ. ઉમેદવાર પાસે સક્રિય બચત ખાતું હોવું આવશ્યક છે. ખાતું બંધ થવાના કિસ્સામાં પોલિસી પણ સમાપ્ત થઈ જશે. અરજદારે પોલિસી પ્રીમિયમના ઓટો ડેબિટ માટે સંમતિ ફોર્મ પર સહી કરવી પડશે.
Trending Photos