2025માં ઉકળશે સમુદ્ર, આવશે સુનામી! જાપાની બાબાની ડરામણી ભવિષ્યવાણીથી દુનિયામાં હડકંપ, જો સાચી થઈ તો...

Written ByDIPAK CHAVDAUpdated byDIPAK CHAVDA
Published: May 20, 2025, 04:51 PM IST|Updated: May 20, 2025, 04:51 PM IST

Prediction of Japanese Baba: એક રહસ્યમય જાપાની બાબાની ભવિષ્યવાણીએ આખી દુનિયાને ચોંકાવી દીધા છે. તેમણે ચેતવણી આપી છે કે, ટૂંક જ સમયમાં દરિયો ઉકળવા લાગશે અને વિનાશક સુનામી ઘણા દેશોને તબાહ કરી દેશે.

1/8

જાપાની બાબાની એક ભયાનક ભવિષ્યવાણીએ સમગ્ર દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. તેમણે ચેતવણી આપી છે કે, ભવિષ્યમાં દરિયો ઉકળવા લાગશે અને એક વિશાળ સુનામી વિનાશ લાવશે.

2/8

જાપાની બાબાની ડરામણી ભવિષ્યવાણીના કારણે સમગ્ર દુનિયામાં દહેશતનો માહોલ છે. હજારો લોકો તેમની યાત્રાઓ રદ કરી રહ્યા છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ચિંતા વધી ગઈ છે.

3/8

સોશિયલ મીડિયા અને ન્યૂઝ પ્લેટફોર્મ પર આ ભવિષ્યવાણીની ચર્ચા વધુ તીવ્ર બની છે, જેના કારણે લોકોમાં અસુરક્ષાની લાગણી ફેલાઈ છે. ઘણા લોકો તેને બાબા વેંગા જેવી ભવિષ્યવાણી માનીને ગંભીરતાથી લઈ રહ્યા છે.

4/8

આ ભવિષ્યવાણી જાપાનની મંગા કલાકાર રર્યો તાત્સુકીએ કરી છે. રિયોની સરખામણી બાબા વેંગા સાથે કરવામાં આવે છે. એવો દાવો કરવામાં આવે છે કે, તેમની ભવિષ્યવાણીઓ પહેલા પણ સાચી પડી છે.

5/8

જાપાની બાબાએ હાલમાં જ ભવિષ્યવાણી કરી છે કે, સમુદ્રમાં એટલી ગરમી ઉત્પન્ન થશે કે પાણી ઉકળવા લાગશે. આનાથી ધરતી પર વિનાશકારી બદલવા આવી શકે છે.

6/8

ભવિષ્યવાણી અનુસાર સમુદ્રમાં ઉથલપાથલના કારણે એક વિશાળ સુનામી આવશે જે ઘણા દેશોના દરિયાકાંઠાના વિસ્તારોને તબાહ કરી શકે છે. આ ચેતવણી લોકોને ડરાવી રહી છે.

7/8

લોકો હવે આ જાપાની બાબાની સરખામણી બાબા વેંગા સાથે કરવા લાગ્યા છે, જેમની ઘણી ભવિષ્યવાણીઓ પહેલા સાચી પડી ચૂકી છે. આ કારણે ભવિષ્યવાણીને વધુ ગંભીરતાથી લેવામાં આવી રહી છે.

8/8

જો કે, વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આવી ભવિષ્યવાણીથી ડરવાને બદલે આપણે તથ્યો પર વિશ્વાસ કરવો જોઈએ. તેઓ દરિયાઈ ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યા છે.