Priyanka Chopra Photos:અંબાણીની ઇવેન્ટમાં સ્ટાર્સનો મેળો, પ્રિયંકા ચોપરાના બોલ્ડ લુક પર ફિદા થયા ફેન્સ

Priyanka Chopra and Nick Jonas: પ્રિયંકા ચોપરા શુક્રવારે જ મુંબઈ પહોંચી હતી અને અહીં પહોંચતાની સાથે જ તેણે ફરી એકવાર ફેન્સના દિલમાં છવાઈ જવાની તૈયારીઓ કરી લીધી છે. અંબાણી ફેમિલીની ઇવેન્ટમાં છવાઈ ગઈ પ્રિયંકા-નિકની સ્ટાઇલ, જુઓ ફોટોઝ..

અંબાણી પરિવારની ઇવેન્ટમાં પહોંચી પ્રિયંકા 

1/5

પ્રિયંકા ચોપરાએ ભારત આવતાની સાથે જ સૌથી પહેલા અંબાણી પરિવારના ફંક્શનમાં હાજરી આપી હતી. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ઉદ્ઘાટન સમારોહમાં પ્રિયંકા પહોંચી ત્યારે ચાહકો પણ હસીનાની સ્ટાઈલ જોઈને દંગ રહી ગયા. હંમેશાની જેમ પ્રિયંકા ચમકદાર અંદાજમાં જોવા મળી.

પ્રિયંકાનો બોલ્ડ અંદાજ

2/5

પ્રિયંકાએ આ ખાસ અવસર પર ટ્રાન્સપરન્ટ બોલ્ડ અને ગ્લેમરસ ડ્રેસ પહેર્યો હતો, જેમાં હસીના ઘણી સુંદર લાગી રહી હતી. પ્રિયંકા આ ઇવેન્ટમાં પતિ નિક જોનાસ સાથે હાજરી આપી હતી. પ્રિયંકાએ એન્ટ્રી લેતા જ પાપારાઝીઓએ તેના નામને લઈને ખૂબ શોર મચાવ્યો હતો.   

ભારત આવતાની સાથે જ છવાઈ પ્રિયંકા 

3/5

જોકે કેટલાક લોકોને પ્રિયંકાની આ સ્ટાઈલ પસંદ ન આવી કારણ કે તેમને પ્રિયંકાનો આ લુક મેટ ગાલા ઈવેન્ટ જેવો લાગ્યો. તેથી, સોશિયલ મીડિયા પર યુઝર્સે તેને સાડી પહેરવાની સલાહ આપી. પ્રિયંકા ખૂબ જ સ્ટાઇલિશ છે અને તે હંમેશા પોતાની સ્ટાઇલના કારણે ચર્ચામાં રહે છે.

શું પરિણીતીના લગ્ન માટે મુંબઈ પહોંચી પ્રિયંકા?

4/5

કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા પરિણીતી ચોપરાના લગ્ન માટે ખાસ ભારત આવી છે. આ દિવસોમાં પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના લગ્નના સમાચારો હવામાં છે. જો કે આ વાતોમાં કેટલું સત્ય છે તે તો થોડા સમય પછી જ ખબર પડશે.  

બૉલીવુડ સેલિબ્રિટીઝ

5/5

હસીનાએ અંબાણીના ફંક્શનમાં હાજરી આપી હતી અને લાઇમલાઇટ શેર કરી હતી. જો કે, આ ઇવેન્ટમાં માત્ર પ્રિયંકા જ નહીં પરંતુ તમામ બોલિવૂડ સેલેબ્સ પણ પહોંચ્યા હતા. કિયારા-સિદ્ધાર્થથી લઈને દીપિકા-રણવીર આ ઈવેન્ટમાં શાનદાર અંદાજમાં જોવા મળ્યા હતા.