પુત્રની સંપત્તિ પર પહેલો હક કોનો...માતા-પિતા કે પત્ની, જાણી લેશો તો નહીં થાય પ્રોપર્ટીના ઝઘડા

Written ByViral Raval Updated byViral Raval
Published: May 27, 2025, 01:23 PM IST|Updated: May 27, 2025, 01:23 PM IST

Property Rules and Regulations: પિતાની સંપત્તિમાં જ્યાં પુત્ર અને પુત્રીનો હક હોય છે પરંતુ પુત્રની સંપત્તિ પર શું પિતાનો હક હોય છે ખાસ જાણો આ કાયદો. 

કોને મળે છે પુત્રની સંપત્તિ1/6

ઘરમાં માતા પિતાની સંપત્તિ જ્યાં પુત્રને મળતી હોય છે ત્યાં પુત્રની સંપત્તિ પર પહેલો હક કોનો હોય. માતા પિતા કે પછી પત્નીનો. આ અંગે અનેકવાર વિવાદો પણ સામે આવ્યા છે. 

હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ 19562/6

ભારતમાં પ્રોપર્ટીને લઈને દરેક ધર્મમાં અલગ અલગ કાયદા છે. ખાસ કરીને હિન્દુ પરિવારોમાં સંપત્તિના ભાગલા હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956 પ્રમાણે થાય છે. 

વસિયત મુજબ ભાગલા3/6

હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956 હેઠળ જો પુત્રનું મોત થાય તો તેણે વસીયત લખી હોય તે પ્રમાણે સંપત્તિના ભાગલા પડે છે. 

સંપત્તિ પર પહેલો હક કોનો4/6

પુત્રનું મૃત્યુ વસિયત લખ્યા વગર થઈ ગયું હોય તો કાયદા મુજબ પ્રથમ શ્રેણીના વારસદારનો સંપત્તિ પર પહેલો હક હોય છે. જેમાં પત્ની, બાળક અને માતા સામેલ છે. 

પિતાને ક્યારે મળે છે સંપત્તિ5/6

પિતા સીધી રીતે સંપત્તિના પહેલા હકદાર હોતા નથી પરંતુ જો પ્રથમ શ્રેણીના વારસદાર ન હોય તો બીજી શ્રેણીના વારસદારને સંપત્તિનો વારસો મળે છે. પિતા બીજી શ્રેણીમાં આવે છે. 

ત્રીજા વ્યક્તિને મળશે પ્રોપર્ટી6/6

પુત્રના જો લગ્ન ન થયા હોય તો તેની સંપત્તિ પર માતા પિતાનો હક હશે. પુત્રએ જો પોતાની વસિયતમાં સંપત્તિ કોઈ ત્રીજા વ્યક્તિના નામે લખી હોય તો તે સંપત્તિ તે વ્યક્તિને મળશે.