પુલવામાં હુમલો: શહીદોની યાદમાં લેથપોરામાં બન્યું સ્મારક, ખાસ જુઓ તસવીરો

પુલવામા હુમલામાં શહીદ થયેલા 40 જવાનોને લેથેપોરાના સીઆરપીએફ કેમ્પમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી. કેમ્પમાં શહીદોની યાદમાં બનાવવામાં આવેલા સ્મારકનું ઉદ્ધાટન પણ કરવામાં આવ્યું. 

Feb 14, 2020, 05:12 PM IST

લેથપોરા: પુલવામા હુમલામાં શહીદ થયેલા 40 જવાનોને લેથેપોરાના સીઆરપીએફ કેમ્પમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી. કેમ્પમાં શહીદોની યાદમાં બનાવવામાં આવેલા સ્મારકનું ઉદ્ધાટન પણ કરવામાં આવ્યું. 

1/5

પુલવામા હુમલાને એક વર્ષ

પુલવામા હુમલાને એક વર્ષ

14 ફેબ્રુઆરી 2019ના દિવસે લેથપોરામાં વિસ્ફોટકોથી ભરેલી એક કાર જવાનોને લઈને જઈ રહેલી બસ સાથે ટકરાઈ હતી જેમાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતાં. 

2/5

40 જવાન થયા શહીદ

40 જવાન થયા શહીદ

જમ્મુ અને કાશ્મીર ઝોનના સ્પેશિયલ સીઆરપીએફ ડીજી ઝૂલ્ફિકાર હસને કહ્યું કે પુલવામા હુમલાના ષડયંત્રકર્તાઓને ગણતરીના મહિનાઓ બાદ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યાં હતાં. 

3/5

શહીદોની યાદમાં બન્યુ સ્મારક

શહીદોની યાદમાં બન્યુ સ્મારક

તેમણે કહ્યું કે જેમણે કાવતરાખોરોની મદદ કરી હતી તેમની ધરપકડ થઈ છે. જે લોકોએ હુમલાને અંજામ આપ્યો હતો તેમનો હિસાબ થઈ ગયો છે. 

4/5

શહીદોના પરિવારને મળી મદદ

શહીદોના પરિવારને મળી મદદ

ઝૂલ્ફીકાર હસને કહ્યું કે એનઆઈએ દ્વારા તપાસ કરવામાં આવી. જ્યાં સુધી હું જાણું છું તે યોગ્ય દિશામાં છે. હુમલાના શહીદોના પરિવારોને મદદ કરવાની પૂરેપૂરી કોશિશ થઈ છે. 

5/5

CRPFને અપાઈ શ્રદ્ધાંજલિ

CRPFને અપાઈ શ્રદ્ધાંજલિ

આ અગાઉ CRPFએ એક ટ્વીટમાં કહ્યું કે "તમારા શોર્યના ગીત, કર્કશ શોરમાં પણ ગુમ થયા નહીં. ગર્વ એટલો હતો કે અમે મોડે સુધી રડ્યા નહીં. અમે નથી ભૂલ્યા કે નથી માફ કર્યાં. અમે પુલવામામાં રાષ્ટ્રની સેવામાં પોતાના જીવનનું બલિદાન આપનારા અમારા ભાઈઓને સલામ કરીએ છીએ. અમે આભારી છીએ. અમે અમારા બહાદુર શહીદોના પરિવારો સાથે ઊભા છીએ."