Strong Bones: દૂધ સાથે 1 ચમચી આ સફેદ દાણા ખાશો તો હાડકા લોખંડ જેવા મજબૂત રહેશે

Food For Strong Bones: મોટાભાગના લોકો માને છે કે ફક્ત દૂધથી જ શરીરને જરૂરી કેલ્શિયમ મળે છે. પરંતુ એવું નથી, 4 એવી વસ્તુઓ પણ છે જેમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે અને આ વસ્તુઓ ખાવાથી હાડકા લોખંડ જેવા મજબૂત થાય છે. 
 

કેલ્શિયમ

1/6
image

પ્રોટીન, આયરન અને વિટામિન્સની જેમ શરીરને કેલ્શિયમની પણ જરૂર પડે છે. ખાસ કરીને હાડકા મજબૂત રહે તે માટે કેલ્શિયમ જરૂરી છે. આજે તેમને એવી 4 વસ્તુઓ વિશે જણાવીએ જેને ખાવાથી શરીરને સૌથી વધુ કેલ્શિયમ મળે છે.   

રાગી

2/6
image

રાગીમાં દૂધ કરતાં પણ વધારે કેલ્શિયમ હોય છે. રાગી ફાઈબરથી ભરપુર હોય છે. ડાયટમાં રાગીને અલગ અલગ રીતે સામેલ કરી શકાય છે. તમે ઈચ્છો તો ફણગાવેલી રાગી પણ ખાઈ શકો છો અને રાગીના લોટની રોટલી પણ ડાયટમાં સામેલ કરી શકો છો.   

મોરિંગા

3/6
image

હાડકા મજબૂત બનાવવા માટે મોરિંગાના પાનનું સેવન પણ કરી શકો છો. મોરિંગાના પાન કેલ્શિયમથી ભરપુર હોય છે. મોરિંગામાં એવા તત્વ હોય છે જે હાડકામાં કેલ્શિયમને બાંધી રાખે છે.   

રાજગરો

4/6
image

ફરાળમાં ઉપયોગમાં લેવાતો રાજગરો જેને રામદાણા પણ કહેવાય છે તેમાં પણ કેલ્શિયમ સૌથી વધુ હોય છે. કેલ્શિયમથી ભરપુર આ દાણા હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે.   

તલ

5/6
image

 

સફેદ તલ પણ કેલ્શિયમથી ભરપુર હોય છે. એક ચમચી સફેદ તલ દૂધ સાથે લેવાથી હાડકા લોખંડ જેવા મજબૂત રહે છે. તલનું સેવન કરવાથી હાડકા મજબૂત બને છે.  

6/6
image