વર્ષ 2026માં રાહુની ડબલ ગેમ, મિથુન સહિત આ 3 રાશિઓની લાગી જશે લોટરી; આ રાશિઓની વધશે મુશ્કેલી!
Rahu Gochar 2026: રાહુ ભૌતિક સુખ, ભ્રમ, અચાનક ધનલાભ અથવા નુકસાન અને જીવનમાં મોટા બદલાવનો કારક છે. 2026માં રાહુનું ડબલ ગોચર થશે, જેનાથી મિથુન રાશિ સહિત ત્રણ રાશિઓને વિશેષ લાભ મળશે.

2026નું વર્ષ કેટલીક રાશિઓ માટે કિસ્મત બદલનારું સાબિત થઈ શકે છે. નવા વર્ષમાં રાહુ બે વાર પોતાની ચાલ બદલશે. પ્રોપર્ટીમાં લાભ અને કરિયરમાં ગ્રોથ ઉપરાંત કેટલીક રાશિઓના નાણાકીય વધારો પણ થશે. રાહુ 2 ઓગસ્ટ 2025ના રોજ કુંભ રાશિમાં રહીને ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 2026ના અંતમાં ડિસેમ્બરમાં રાહુ શનિની મકર રાશિમાં ગોચર કરશે.
મિથુન રાશિ

રાહુનો શુભ પ્રભાવ તમારા કરિયરમાં વિશેષ લાભ આપી શકે છે. તમને સારી નોકરીની તકો મળશે અને તમારી વ્યવસાયિક યોજનાઓ સફળ થઈ શકે છે. વિરોધીઓ પરાજિત થશે, જેનાથી તમે તમારા લક્ષ્યો પ્રાપ્ત કરી શકશો. કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો તમારા વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન બન્ને માટે જીવન બદલી શકે છે.
તુલા રાશિ

રાહુની ચાલમાં બદલાવથી તુલા રાશિના જાતકોને નોંધપાત્ર ફાયદો થશે. તમારા ખર્ચાઓમાં ઘટાડો થશે અને બચત કરી શકશો. ઠપ્પ પડેલા બિઝનેસને વેગ મળશે. ધાર્મિક યાત્રા કરવાની તક મળશે અને તમારા બાળકો સાથેના તણાવપૂર્ણ સંબંધોમાં સુધારો થઈ શકે છે. પ્રોપર્ટીને લઈ ચાલી રહેલા વિવાદનો અંત આવશે.
કુંભ રાશિ

રાહુનું ડબલ ગોચર કુંભ રાશિ માટે કિસ્મત ખોલનારું સાબિત થઈ શકે છે. કામમાં નવો પ્રોજેક્ટ મળી શકે છે અને ધનમાં વધારો થશે. જીવનમાં ચાલી રહેલ ઉથલપાથલ શાંત થશે. કાર્યક્ષેત્રમાં તમારું કામ પહેલા કરતાં વધુ સારું રહેશે. આખા વર્ષ દરમિયાન નાની-નાની ખુશીઓ મળતી રહેશે.

2026માં રાહુનું ગોચરથી ત્રણ રાશિઓ સિંહ, વૃષભ અને કન્યાના જાતકોને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં પર્સનલ અને પ્રોફેશનલ જીવન બન્ને બગડી શકે છે.

(Disclaimer - પ્રિય વાચક, અમારા આ સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર તમને ફક્ત જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવામાં સામાન્ય માહિતીની મદદ લીધી છે. Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos




