છાયા ગ્રહ રાહુ બનશે વધુ શક્તિશાળી, 18 મહિના સુધી આ 3 રાશિવાળાને કરાવશે બંપર ધન લાભ! શત્રુઓ હારશે
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોની સ્થિતિ જોઈએ તો મે મહિનો ખુબ ખાસ છે. કારણ કે દેવતાઓના ગુરુ બૃહસ્પતિએ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. આ સાથે જ પાપી ગ્રહ રાહુ જલદી મીન રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. વૈદિક જ્યોતિષ મુજબ છાયાગ્રહ રાહુ 18મી મેના રોજ સાંજે 4.30 કલાકે મીન રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં ગોચર કરશે. રાહુના કુંભ રાશિમાં જવાથી કેટલીક રાશિના જાતકોને બંપર લાભ થશે. જ્યારે કેટલીક રાશિઓએ સંભાળીને રહેવાની જરૂર છે. જાણો રાહુના કુંભમાં ગોચરથી કોને ફાયદો થઈ શકે છે.
વૈદિક જ્યોતિષમાં રાહુને શનિની છાયા ગણવામાં આવે છે. આ સાથે જ રાહુ અને શનિ મિત્રતાનો ભાવ ધરાવે છે. આવામાં રાહુ પોતાના પરમ મિત્ર શનિની રાશિમાં જવાથી તે લગભગ 18 વર્ષ બાદ પોતાનું સામ્રાજ્ય પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે. રાહુ એકલા જ કુંભ રાશિમાં બિરાજશે. અને આવામાં તેઓ ખુબ શક્તિશાળી પણ બનશે. રાહુ એક એવો ગ્રહ છે જે કોઈ ભાવ કે કોઈ રાશિમાં એકલો ગોચર કરે તો તે ભાવના તે રાશિના સ્વામીની જેમ કાર્ય કરે છે. આવામાં રાહુ કુંભ રાશિના સ્વામી તરીકે કાર્ય કરશે.
મકર રાશિ
રાહુ રાશિ બદલીને કુંભ રાશિમાં ગોચર કરવાથી આ રાશિના ધન ભાવમાં રહેશે અને રાહુની દ્રષ્ટિ છઠ્ઠા ભાવ પર અને સાતમી દ્રષ્ટિ આઠમા ભાવ પર તથા નવમી દ્રષ્ટિ કુંડળીના દશમ ભાવ પર પડશે. આ સાથે જ મકર રાશિને હાલમાં જ શનિની સાડાસાતીથી મુક્તિ મળી છે. આવામાં રાહુના કુંભમાં ગોચરથી આ રાશિના જાતકોને ખુબ ફાયદો થઈ શકે છે. વાણી પ્રભાવશાળી રહેશે. મહત્વકાંક્ષા અનેકગણી વધારશે. પૈતૃક સંપત્તિ મળવાના યોગ છે. કેટલાક વર્ષોથી ધન વિશે જે સપનું હતું તે હવે પૂરું થઈ શકે છે. વધુ ધન મેળવવામાં સફળ થઈ શકો છો. શત્રુઓ હારશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. સમાજમાં માન સન્માન વધશે. ઊંચા પદ પર બેઠેલા લોકો સાથે તમારા સંબંધ સારા રહેશે. વિદેશથી ધનલાભ થઈ શકે છે. વિદેશ યાત્રાનો યોગ છે.
ધનુ રાશિ
રાહુ રાશિ બદલીને કુંભ રાશિમાં ગોચર કરશે અને કુંડળીના ત્રીજા ભાવમાં રહેશે. આવામાં ધનુ રાશિના જાતકોને ખુબ લાભ થઈ શકે છે. ઘરમાં લાંબા સમયથી ચાલતા વાદ વિવાદનો અંત આવી શકે છે. માનસિક શાંતિ મળશે. ભૌતિક સુવિધાઓ મળી શકે છે. છેલ્લા કેટલાક સમયથી જે માન સન્માનના તમે અધિકારી હતા તે હવે મળી શકે છે. રાહુ તમને ચતુર અને ચાલાક બનાવશે જેનાથી અનેક જગ્યાઓ પર ખુબ લાભ કમાઈ શકો છો. રાહુના કારણે તમારા જ્ઞાન, બુદ્ધિ, વિવેકમાં વધારો થશે અને આવામાં તમે યોગ્ય નિર્ણય લેવામાં સફળ રહેશો. ઘર અને પરિવાર સાથે સંબંધ મજબૂત થશે. સફળતાની સિડીઓ ચડતા જશો. ફોટોગ્રાફર્સ, ફિલ્મી જગત, ટીવી જગત, મોડલિંગના ક્ષેત્રે કે પછી સોશિયલ મીડિયા સાથે જોડાયેલા જાતકો માટે ખુબ અનુકૂળ સમય રહેશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે પણ રાહુનું કુંભ રાશિમાં ગોચર ખુબ અનુકૂળ સાબિત થઈ શકે છે. 28મીમેના રોજ રાહુ કુંભ રાશિમાં પ્રવેશ કરીને આ રાશિના કુંડળીના છઠ્ઠા ભાવમાં રહેશે. આવામાં તમારા જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલી પરેશાનીઓ, પડકારો દૂર થઈ શકે છે. તમને લાગશે કે એક બહુ મોટો બોજો તમારા માથેથી ઉતરી ગયો છે. રાહુ જ્યારે કુંડળીના છઠ્ઠા ભાવ, ત્રીજા ભાવ અને દસમા ભાવ તથા 11માં ભાવમાં હોય તો ઘણું સારું ફળ આપે છે. તમારા બગડેલા કામ અચાનક થવા લાગશે. રાજકારણના ક્ષેત્રમાં ખુબ લાભ થઈ શકે છે. મેડિકલ, ગેમ્સ, પોલીસ વિભાગ વગેરે ક્ષેત્રોમાં ખુબ લાભ થઈ શકે છે. આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ખુબ લાભ થઈ શકે છે. શત્રુઓ પરાજિત થશે. કોર્ટ કચેરીના કેસોમાં સફળતા મળશે. નોકરીમાં ચાલતી સમસ્યા દૂર થશે. અચાનક પ્રમોશન મળી શકે છે. પગાર વધારા સાથે મનગમતી બદલી થઈ શકે છે. કરજમાંથી છૂટકારો મળી શકે છે.
રાહુના ગોચરથી આ રાશિઓના જીવન પર પડશે નકારાત્મક પ્રભાવ
રાહુના કુંભ રાશિમાં જવાથી કેટલીક રાશિઓના જાતકોએ સંભાળીને રહેવાની જરૂર છે. કારણ કે આ રાશિઓએ માનસિક તણાવથી લઈને જીવનમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડી શકે છે. આવામાં આગામી 18 મહિના વૃષભ, કર્ક, વૃશ્ચિક, મીન અને સિંહ રાશિના જાતકોએ સંભાળીને રહેવાની જરૂર છે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos