આગામી 7 મહિના આ 5 રાશિવાળા માટે વરદાન જેવા રહેશે, રાજા જેવું સુખ ભોગવશો, ચારેકોરથી ધનના ઢગલા થશે!

Written ByViral Raval
Published: Apr 25, 2025, 01:57 PM IST|Updated: Apr 25, 2025, 01:57 PM IST

Rahu Ketu Gochar 2025: જ્યોતિષ ગણતરી મુજબ વર્ષ 2025માં રાહુ કેતુનું પણ ગોચર થવાનું છે. વાત જાણે એમ છે કે આ વર્ષે રાહુ મીન રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં જશે અને કેતુ કન્યા રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પહોંચશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ કેતુને પાપી ગ્રહ તરીકે પણ ગણવામાં આવ્યા છે. કારણ કે તે સ્વભાવે ઉગ્ર અને અનકારાત્મકતાનો ભાવ આપનારા હોય છે. પરંતુ પાપી ગ્રહો થઈને પણ આ ગોચર અનેક રાશિઓ માટે લાભકારી રહી શકે છે. જાણો રાહુ કેતુ કોના પર મહેરબાન થશે. 

મેષ રાશિ1/6

મેષ રાશિ

મેષ રાશિવાળાનો ગોલ્ડન ટાઈમ શરૂ થશે. આ દરમિયાન દરેક ક્ષેત્રમાં નવી તકો મળશે. મિત્રો સાથે સંબંધ મજબૂત થશે. નોકરીયાતોને પ્રમોશન મળશે. પગાર વધારાના પણ ચાન્સ છે. વેપારમાં આર્થિક ઉન્નતિ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. આર્થિક લાભ થશે. વિદ્યાર્થીઓનો પ્રોગ્રેસ થશે. 

મિથુન રાશિ2/6

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોની કરિયરમાં જવાબદારી વધશે. આવકમાં નવા રસ્તા ખુલશે અને તમને પૈસાની કમી પણ નહીં થાય. મિત્રો અને સંબંધીઓની મદદથી કામ પૂરા થશે. આ દરમિયાન સરકારી નોકરી કરનારાઓને પ્રમોશનનો લાભ મળશે. કારોબારમાં જબરદસ્ત આર્થિક વિસ્તાર જોવા મળશે. 

વૃશ્ચિક રાશિ3/6

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળાના અટવાયેલા કામ પૂરા થશે. તમામ કાર્યોમાં સફળતા મળી શકે છે. સમાજમાં માન સન્માન વધશે. કાર્યક્ષેત્રે પ્રગતિની શક્યતા બની રહી છે. આર્થિક લાભ મળશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. 

મકર રાશિ4/6

મકર રાશિ

મકર રાશિવાળાને ખુબ પ્રગતિ થવાના યોગ છે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. અચાનક ધનલાભ થઈ શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે. વેપારમાં આર્થિક વિસ્તાર થશે. જમીન સંપત્તિમાં વધારો થશે. પૈતૃક સંપત્તિમાં વધારો થશે. નોકરીમાં પ્રમોશનની સ્થિતિ રહેશે. 

મીન રાશિ5/6

મીન રાશિ

રાહુ અને કેતુના ગોચરથી મીન રાશિવાળાને ખાસ લાભ  થશે. આ દરમિયાન જે કામમાં હાથ નાખશો તેમાં મોટી સફળતા મળશે. મીન રાશિવાળાને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. પરિવાર સાથે સંબંધ સારા રહેશે. લવ લાઈફમાં સંબંધ મજબૂત થશે. દાંપત્ય જીવન ખુશહાલ રહેશે. જીવનસાથીનો ભરપૂર સાથ મળશે. 

Disclaimer: 6/6

Disclaimer:

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.