એક જ દિવસે રાહુ-કેતુનું મહાગોચર, આ 5 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે, ધડાધડ સફળતા મળવા લાગશે, બંપર લાભ થશે!
રાહુ અને કેતુને છાયા ગ્રહ, પાપી ગ્રહ, રહસ્યમયી ગ્રહો કે અશુભ ગ્રહો પણ કહે છે. જે જાતકોના જીવન પર ખરાબ પ્રભાવ નાખે છે. પરંતુ એ પણ સાચુ છે કે રાહુ અને કેતુ વાસ્તવિક ગ્રહ ન હોવા છતાં ખુબ પ્રભાવશાળી ગ્રહ છે અને તે હંમેશા અશુભ ફળ જ આપે એવું પણ નથી. રાહુ કેતુ શુભ ફળ પણ આપે છે. તેમની શુભ દશા વ્યક્તિને સફળતાના શિખરે પહોંચાડે છે. વ્યક્તિ ખુબ પ્રગતિ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે પણ બે ગ્રહો કોઈ રાશિ પર મહેરબાન થાય છે તો તેમનું ભાગ્ય ચમકાવી દે છે. આવામાં વર્ષ 2025માં રાહુ અને કેતુ 5 રાશિવાળાનું ભાગ્ય પલટી શકે છે. જાણો નવા વર્ષમાં કઈ કઈ રાશિઓને ફાયદો થઈ શકે...
મેષ રાશિના જાતકો માટે આ ગોચર ખુબ શુભ સાબિત થઈ શકે છે. અચાનક ધનલાભ થઈ શકે છે. કરિયરમાં પ્રગતિ થશે. પરિવારનો પૂરેપૂરો સહયોગ મળશે. તમે ધાર્મિક કામોમાં રસ લેશો. જે કામ પહેલા અટવાયેલા હતા તે હવે ફટાફટ થવા લાગશે. તમારા જીવનમાં ખુશહાલી રહેશે.
મિથુન રાશિના જાતકોને આ સમય દરમિયાન સારા સમાચાર મળશે. ધનની સ્થિતિ મજબૂત થશે. ઉન્નતિના રસ્તા ખુલશે. સંઘર્ષ ઓછો થશે અને વિદેશ મુસાફરીના યોગ બની રહ્યા છે. આ સાથે જ તમને વાહન સુખ મળવાના યોગ છે. બધુ મળીને આ સમય ખુશીઓ ભરેલો રહેશો.
વૃશ્ચિક રાશિવાળા માટે રાહુ અને કેતુનું ગોચર ખુબ ફાયદાકારક રહેશે. આ દરમિયાન કોઈ માંગલિક કાર્ય થઈ શકે છે કે લગ્નના યોગ બની શકે છે. થોડી મહેનત તો કરવી પડશે, પરંતુ મોટો ફાયદો થશે. સંપત્તિ અને વાહન ખરીદીની તક મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. નોકરીયાત હશો તો તમારું પ્રમોશન થઈ શકે છે.
મકર રાશિવાળાને મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. રાહુ અને કેતુની કૃપાથી તમને ધનલાભ થશે. અનેક મુસાફરી કરી શકો છો. પરિવાર સાથે સારા સંબંધ રહેશે. જીવનમાં સ્થિરતા આવશે. આ સમય તમારા માટે ખુબ ફાયદાકારક રહેશે.
મીન રાશિવાળા માટે આ સમય લાભકારી રહેશે. તમને નવી તકો મળશે. કોઈ માંગલિક કાર્ય પર ખર્ચો થઈ શકે છે. નોકરીયાતોને સફળતા મળશે અને અટવાયેલા કામો પૂરા થશે. વિદેશ મુસાફરીના યોગ બની રહ્યા છે. જેનાથી નવી ખુશીઓ મળશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.