બલાની જેમ પાછળ પડી જશે પાપી ગ્રહો રાહુ-કેતુ, આ 4 રાશિવાળાના જીવનમાં મચશે તબાહી, 18 મે સુધી સંભાળીને રહેજો

Rahu Ketu Nakshatra Parivartan 2025: ક્રૂર અને પાપી ગ્રહ રાહુ અને કેતુએ 16 માર્ચના રોજ નક્ષત્ર પરિવર્તન કર્યું છે. રાહુ નક્ષત્ર ગોચર કરીને પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં અને કેતુ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરી ગયા છે. રાહુ કેતુની સ્થિતિમાં આ પરિવર્તન 4 રાશિઓ માટે અશુભ રહી શકે છે. 
 

18 મે સુધી હેરાન કરશે રાહુ કેતુ

1/5
image

ત્યારબાદ 18 મેના રોજ રાહુ કેતુ ગોચર કરશે. રાહુ ગોચર કરીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે. ત્યાં સુધી 4 રાશિવાળાએ આર્થિક નુકસાન, બીમારીઓ વગેરે ઝેલવાનો વારો આવશે. 

મેષ રાશિ

2/5
image

રાહુ કેતુનું નક્ષત્ર પરિવર્તન મેષ રાશિવાળાના જીવનમાં અનેક પ્રકારના પડકારો ઊભા કરશે. મેરેજ લાઈફ પર ખરાબ અસર પડી શકે છે. લાઈફ પાર્ટનર સાથે કારણ વગર ઝઘડા થઈ શકે. ગુસ્સા પર કાબૂ રાખવો અને વાહન પણ ધૈર્ય સાથે ચલાવવા. 

સિંહ રાશિ

3/5
image

સિંહ રાશિવાળાનું સ્વાસ્થ્ય બગડી શકે છે. અચાનક કોઈ બીમારી ઘેરી શકે છે. સારવારના ચક્કરમાં જમાપૂંજી ખલાસ થઈ શકે છે. દરેક કામ સંભાળીને કરવું અને નશાથી દૂર રહેવું. 

કન્યા રાશિ

4/5
image

કન્યા રાશિના જાતકો માટે આ સમય કરિયરમાં સમસ્યા લાવી શકે છે. તમારી એવી જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે કે જે તમને પસંદ ન હોય. કામનો બોજો વધશે. પૈસા કમાવવા માટે ખુબ મહેનત કરવી પડશે. જીવનમાં સંઘર્ષ વધશે. 

મીન રાશિ

5/5
image

મીન રાશિના જાતકોને વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે. ઉધાર આપેલા પૈસા ડૂબી શકે છે. હાલ રોકાણ ન કરો એ સારું છે. લેવડદેવડમાં પણ સાવધાની વર્તો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)