Rahu-Ketu Transit: શનિની ચિંતા છોડો...રાહુ-કેતુ બહુ જલદી આ 5 રાશિવાળા પર કરશે ધનનો વરસાદ! એટલું આપશે કે તિજોરીઓ ખૂટી પડશે

વર્ષ 2025 મહાગોચરનું વર્ષ છે. શનિ માર્ચ મહિનાની 29 તારીખે ગોચર કરશે જ્યારે રહસ્યમયી ગ્રહોમાં જેમની ગણતરી થાય છે તે રાહુ અને કેતુ પણ 2015માં ગોચર કરશે. આ ગોચરથી કઈ રાશિઓને લાભ થશે તે પણ જાણો. 

રાહુ-કેતુનું ગોચર

1/6
image

2025માં રાહુ અને કેતુ રાશિ બદલશે. જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુને માયાવી ગ્રહો કે રહસ્યમયી ગ્રહો તરીકે ગણાય છે. રાહુ કેતુનું નામ સાંભળતા જ લોકોના મનમાં નકારાત્મક પરિણામો આવશે એવા વિચાર આવે છે. રાહુ-કેતુ હંમેશા અશુભ ફળ આપે એવું નથી હોતું. વૈદિક પંચાંગ મુજબ રાહુનું કુંભમાં ગોચર 18મી મે 2025ના રોજ રવિવારે સાંજે 4.30 કલાકે થશે. જ્યારે કેતુનું ગોચર સિંહ રાશિમાં થશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુ કેતુ કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં જેમ કે પોતાની સ્થિતિ કે ચાલના આધારે કેટલીક રાશિઓને શુભ ફળ પણ આપે છે. 2025માં રાહુ-કેતુ પોતાની રાશિમાં ફેરફાર કરશે. જે કેટલીક રાશિઓ માટે ભાગ્યશાળી નિવડી શકે છે. જાણો કોના માટે લકી સાબિત થશે રાહુ કેતુનું ગોચર...  

મેષ રાશિ

2/6
image

રાહુ કેતુ ગોચરના શુભ પ્રભાવના પગલે મેષ રાશિના જાતકો માટે વર્ષ સારું રહી શકે છે. કામકાજમાં પ્રગતિની તકો મળશે. ધર્મ-કર્મમાં ભાગ લેશો. સુખદ સમાચાર મળશે. ધનલાભના યોગ બને છે. જીવનસાથીનો ભરપૂર સાથ મળશે. 

મિથુન રાશિ

3/6
image

મિથુન રાશિના જાતકો માટે પણ રાહુ કેતુ સારા પરિણામ આપશે. આર્થિક ઉન્નતિની સારી તકો મળશે. જમીન, મકાન અને વાહનની ખરીદી શક્ય છે. ભૌતિક સુખ-સંપત્તિમાં વધારો થશે. જીવનમાં વિવિધ રંગો જોવા મળશે. નોકરી કે વ્યવસાયિક સ્થિતિ સારી રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. 

વૃશ્ચિક રાશિ

4/6
image

વૃશ્ચિક રાશિવાળા માટે આ સમય લાભકારી રહેશે. જમીન સંપત્તિ સંલગ્ન કોઈ વિવાદ ઉકેલાઈ શકે છે. ધન સંપત્તિમાં વધારાનો યોગ છે. પરિવારમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમ આવી શકે છે. નોકરીમાં પ્રગતિ થઈ શકે છે. 

મકર રાશિ

5/6
image

રાહુ અને કેતુનું ગોચર મકર રાશિવાળા માટે પણ ફળદાયી સાબિત થઈ શકે છે. ભાગ્ય ભરપૂર સાથ આપશે. કોર્ટ કચેરીના કેસોમાં જીત મળી શકે છે. અટવાયેલા કામોમાં સફળતા મળશે. વ્યવસાયિક રીતે કોઈ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ મળી શકે છે. ધન ધાન્યમાં વધારાના સંકેત છે.   

મીન રાશિ

6/6
image

મીન રાશિવાળા માટે પણ રાહુ કેતુનું ગોચર શુભફળ આપનારું રહી શકે છે. આ સમયગાળામાં તમારા ખર્ચા પર લગામ કસશે અને બચત કરવામાં સફળ રહેશો. મોજમસ્તીવાળો પીરિયડ પાછો આવશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)