ગણતરીના કલાકોમાં બનશે અશુભ-વિનાશકારી યોગ, 3 રાશિઓ પર તૂટશે દુ:ખના પહાડ, ભારે નુકસાનના યોગ

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુ અને મંગળ 18મી મેથી ષડાષ્ટક યોગ બનાવશે જેનાથી કેટલીક રાશિઓની મુશ્કેલીઓ વધી શકે છે. 

1/5
image

વૈદિક પંચાંગ મુજબ 18મી મેના રોજ રાહુ મીન રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં ગોચર કરશે. આ દરમિયાન મંગળ પોતાની નીચ રાશિ કર્કમાં હશે. મંગળથી રાહુ અષ્ટમ ભાવમાં હશે અને રાહુથી મંગળ છઠ્ઠા ભાવમાં હશે. જ્યોતિષમાં આ સ્થિતિને ષડાષ્ટક યોગ કહેવાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાહુ અને મંગળ બંને ક્રૂર ગણાય છે. આ બંનેનું એક સાથે આ પ્રકારનો યોગ બનાવવો ખાસ કરીને દેશ દુનિયામાં સંઘર્ષ, તણાવ અને સમસ્યાઓનું કારણ બની શકે છે. આ ઉપરાંત આ યોગની અસર ખાસ કરીને કેટલીક રાશિઓના જીવન ઉપર પણ પડશે. આવામાં જાણીએ કે રાહુ અને મંગળનો આ ષડાષ્ટક યોગ કઈ કઈ રાશિઓ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. 

મેષ રાશિ

2/5
image

મેષ રાશિના જાતકો માટે રાહુ અને ષડાષ્ટક યોગ પડકારજનક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં કમી આવી શકે છે. જે તમારા કાર્યક્ષેત્રમાં ભૂલોનું કારણ બની શકે છે. સહકર્મીઓ સાથે તમારા સંબંધ તણાવપૂર્ણ થઈ શકે છે. જેનાથી કામકાજી માહોલમાં સંઘર્ષ વધી શકે છે. કૌટુંબિક જીવનમાં માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ પેદા થઈ શકે છે. વાહન ચલાવતી વખતે તમારે સાવધાન રહેવું. ગ્રહોના અશુભ પ્રભાવથી બચવા માટે મેષવાળા જાતકોએ હનુમાન ચાલિસાનો પાઠ કરવો જોઈએ.   

કર્ક રાશિ

3/5
image

કર્ક રાશિના જાતકો માટે આ યોગ માનસિક તણાવનું કારણ બની શકે છે. તમારે અજાણતા ભયનો સામનો કરવો પડી શકે છે. જેનાથી તમારી માનસિક સ્થિતિ પ્રભાવિત થઈ શકે. આ સમય દરમિયાન ગુસ્સા પર કાબૂ રાખવો જરૂરી છે. કારણ વગર ક્રોધ તમારા સંબંધમાં તણાવ પેદા કરી શકે છે. કાર્યક્ષેત્રમાં કામનું દબાણ વધી શકે છે. મહેનતનું યોગ્ય પરિણામ ન મળવાથી નિરાશાનો સામનો કરવો પડી શકે છે. તમારું સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થઈ શકે છે. તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. ગ્રહોના અશુભ પ્રભાવથી બચવા માટે કર્ક રાશિવાળા જાતકો ભગવાન શિવની પૂજા કરે. 

કુંભ રાશિ

4/5
image

કુંભ રાશિવાળાઓએ પણ સાવધાન રહેવું પડશે. રાહુનું ગોચર તમારી રાશિમાં થઈ રહ્યું છે. જ્યારે મંગળની અષ્ટમ દ્રષ્ટિ તમારા પર રહેશે. જેનાથી પરિસ્થિતિઓ થોડી વિપરિત થઈ શકે છે. ખાસ કરીને ધનના મામલે તમારે સતર્ક રહેવું પડશે. લેવડદેવડ કરતી વખતે સમજી વિચારીને નિર્ણય લો. આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત વૈવાહિક જીવનમાં પણ તણાવ અને વિવાદ વધી શકે છે.  ગ્રહોના અશુભ પ્રભાવથી બચવા માટે આ રાશિના જાતકો શિવલિંગ પર જળ અર્પણ કરે.   

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.