આગામી ત્રણ કલાકમાં 15થી વધુ જિલ્લામાં કડાકા-ભડાકા સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain Alert: ગુજરાતમાં ઉનાળાની ગરમી વચ્ચે હવામાનમાં પલટા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં અનેક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. આ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે મોટી આગાહી કરી છે.
ત્રણ કલાક માટે આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક એટલે કે સાંજે 4 વાગ્યાથી સાંજે 4 કલાક સુધી વરસાદની આગાગી કરવામાં આવી છે.
હવામાન વિભાગને જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે. આ દરમિયાન 41થી 61 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ કલાકમાં અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, દીવ, બોટાદ, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે.
બીજીતરફ અમદાવાદ, બનાસકાંઠા, કચ્છ, અરવલ્લી, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડી શકે છે.
આગામી ત્રણ દિવસ પણ વરસાદની સંભાવના
હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં આગામી 45 કલાક થન્ડર સ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદ પડી શકે છે. 13 મેના રોજ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસમાં તાપમાનમાં પણ 3થી 5 ડિગ્રીનો વધારો થશે.
Trending Photos