ખતરો હજુ ટળ્યો નથી! અંબાલાલે કરી આંધી-તોફાન સાથે ભારે વરસાદની આગાહી, વાવાઝોડાની પણ સંભાવના!
Ambalal Patel Agahi: ઉનાળાની ગરમી વચ્ચે રાજ્યના વાતાવરણમાં છેલ્લા ત્રણ દિવસથી પલટો આવ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, સહિત અનેક જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે. આ વચ્ચે અંબાલાલ પટેલે હવમાન અંગે મોટી આગાહી કરી છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે સાત મેથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે. પરંતુ 11થી 20 મે દરમિયાન રાજ્યમાં આંધી, વંટોળ સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે.
11થી 20 સુધી વરસાદનો ખતરો
અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર 10 મે પછી મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે. આ દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આ દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે પવન અને તોફાન સાથે ભાારે વરસાદ પડી શકે છે.
વાવાઝોડાનો પણ ખતરો!
અંબાલાલ પટેલે જણાવ્યું કે 8 જૂનના દરિયામાં પવનોની ફેરબદલી થવાની સંભાવના છે. તેમણે જણાવ્યું કે જો પવનોની ફેરબદલી થાય તો ગુજરાતમાં વાવાઝોડું આવી શકે છે અને બંગાળ ઉપસાગરમાં ચોમાસાની ગતિવિધિ વહેલા થઈ શકે છે.
સાયક્લોનિકલ સર્ક્યુલેશનના કારણે ભર ઉનાળે ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડ્યો હતો. આજે પણ અમદાવાદ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને કચ્છમાં પવન સાથે ભારે વરસાદ પડશે.
અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યમાં કમોસમી વરસાદ મુખ્યત્વે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાનો ખતરો છે. આ સિવાય કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, મોરબી અને રાજકોટમાં વરસાદ અને કરા પડવાની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ અપાયું છે. જ્યારે જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે પણ કરી છે આગાહી
આ સિવાય રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે અનેક જગ્યાએ વરસાદ પડી શકે છે. આ દરમિયાન પવન ફૂંકાવાની પણ સંભાવના છે.
Trending Photos