Photos: નાના ભાઈ Rajiv Kapoor નો પાર્થિવ દેહ લઈ ઘરે પહોંચ્યા Randhir Kapoor

બોલીવૂડ ફિલ્મ નિર્મતા રાજીવ કપૂરનું (Rajiv Kapoor) આજે 58 વર્ષની ઉંમરે નિધન થયું છે. રાજીવ કપૂરને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા

Feb 9, 2021, 06:23 PM IST

Rajiv Kapoor Demise: બોલીવૂડ ફિલ્મ નિર્મતા રાજીવ કપૂરનું (Rajiv Kapoor) આજે 58 વર્ષની ઉંમરે નિધન થયું છે. રાજીવ કપૂરને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મુશ્કેલીના સમયમાં રણધીર કપૂર (Randhir Kapoor) તેમના નાના ભાઈની સાથે હતા. તેમણે હોસ્પિટલથી પાર્થિવ દેહની સાથે બહાર નિકળતા જોવા મળ્યા. રણધીર કપૂર હતાશ-પરેશાન જોવા મળ્યા.

1/8

રણધીર કપૂરે પોતાને સંભાળતા જોવા મળ્યા

રણધીર કપૂરે પોતાને સંભાળતા જોવા મળ્યા

રાજીવ કપૂરની (Rajiv Kapoor) તબિયત ખરાબ હોવાની જાણકારી મળતા જ તેમના ભાઈ રણધીર (Randhir Kapoor) હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમના મોતના સમયે તેઓ તેમની સાથે હતા. હોસ્પિટલથી રાજીવના પાર્થિવ દેહ લઇને રણધીર પરત ફર્યા. તે આ મુશ્કેલીના સમયમાં પોતાને સંભાળતા જોવા મળ્યા. નાના ભાઈને ગુમાવવાનું દુ:ખ તેમના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું.

2/8

રણધીર કપૂરની સાથે જોવા મળ્યો ભત્રીજો અરમાન

રણધીર કપૂરની સાથે જોવા મળ્યો ભત્રીજો અરમાન

રણધીર કપૂરનો (Randhir Kapoor) ભત્રીજો અરમાન જૈન પણ હોસ્પિટલમાં હતો. તેણે તેના મામાને સંભાળ્યા અને તેમના પાર્થિવ દેહને લઇને ઘરે પહોંચ્યા. તે ખૂબ જ જવાબદાર લાગ્યો.

3/8

અરમાન જૈન અને આદર જૈન બંને પહોંચ્યા રાજીવના ઘરે

અરમાન જૈન અને આદર જૈન બંને પહોંચ્યા રાજીવના ઘરે

રાજીવ કપૂરના (Rajiv Kapoor) અંતિમ દર્શન માટે અરમાન જૈન (Armaan Jain) અને આદર જૈન બંને ભાઈ પહોંચ્યા હતા.

4/8

કરીના કપૂરની આંખો નમ

કરીના કપૂરની આંખો નમ

કરીના કપૂર (Kareena Kapoor) પણ પોતાના ઘરેથી નીકળી કાકા રાજીવના (Rajiv Kapoor) ઘર તરફ જઈ રહી હતી. તે પણ ઘણી પરેશાન હતી. તેની આંખો પણ નમ હતી. જલ્દી કરીના માતા બનવાની છે.

5/8

કરિશ્મા કપૂર પણ માતા બબીતા સાથે પહોંચી

કરિશ્મા કપૂર પણ માતા બબીતા સાથે પહોંચી

કરિશ્મા કપૂર (Karisma Kapoor) પણ તેની માતા બબીતા કપૂર સાથે રાજીવ કપૂરના (Rajiv Kapoor) ઘરે પહોંચી હતી. બંને ઘણા પરેશના જોવા મળ્યા હતા.

6/8

માતાની સાથે પહોંત્યો રણબીર કપૂર

માતાની સાથે પહોંત્યો રણબીર કપૂર

રણબીર કપૂર (Ranbir Kapoor) તેની માતા નીતૂ કપૂર સાથે રાજીવ કપૂરના (Rajiv Kapoor) ઘરે પહોંચ્યો. જ્યા તેમના પાર્થિવ દેહ લાવવામાં આવ્યો છે. બંને હજુ સુધી ઋષિ કપૂરને (Rishi Kapoor) ગુમાવવાના દુ:ખથી ઉભરી શક્યા નથી.

7/8

રણબીર જોવા મળ્યો ઘણો પરેશાન

રણબીર જોવા મળ્યો ઘણો પરેશાન

પિતા ઋષિ કપૂરના (Rishi Kapoor) નિધન બાદ કાકા રાજીવ કપૂરના (Rajiv Kapoor) નિધનના સમાચારથી બોલીવુડ સ્ટાર રણબીર કપૂરને (Ranbir Kapoor) ઘણું દુ:ખ પહોંચ્યું છે. તે ઘણો પરેશાન પણ જોવા મળ્યો.

8/8

તારા સુતરિયા પહોંચી રાજીવ કપૂરના ઘરે

તારા સુતરિયા પહોંચી રાજીવ કપૂરના ઘરે

એક્ટ્રેસ તારા સુતરિયા (Tara Sutaria) પણ કપૂર પરિવારના દુ:ખમાં સામેલ થવા પહોંચી. તમને જણાવી દઇએ કે, તારા રણબીર કપૂરના (Ranbir Kapoor) પિતરાઈ ભાઈ અરમાન જૈનની સારી મિત્ર છે.