રાજકોટના મેયર-ડે. મેયરનું કોવિડ વોર્ડમાં સરપ્રાઈઝ ચેકીંગ, PPE કીટ પહેરી દર્દીઓના પૂછ્યા ખબર અંતર

રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવ, (Pradip Dav)ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ અને આરોગ્ય કમિટીના ચેરમેને રાજકોટ સિવીલ હોસ્પિટલની સપ્રાઇઝ મુલાકાત લીધી હતી. 

1/7

ગૌરવ દવે/રાજકોટ : રાજકોટમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને કોરોના થી દર્દીઓનાં મોતમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવ, (Pradip Dav)ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ અને આરોગ્ય કમિટીના ચેરમેને રાજકોટ સિવીલ હોસ્પિટલની સપ્રાઇઝ મુલાકાત લીધી હતી. 

2/7

રાજકોટ સિવીલ હોસ્પિટલના કોરોના વોર્ડના સુપ્રિટેન્ડન્ટ, તબીબો અને નર્સિંગ સ્ટાફ સાથે મેયરે બેઠક કરી હતી.

3/7

રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. સાથે જ મોતના આંકડા પણ વધી રહ્યા છે.રાજકોટ સિવિલ હોસ્પિટલનાં કોરોના વોર્ડની અંદર કેવી સુવિધાઓ છે અને કઇ રીતે સારવાર કરવામાં આવી રહી છે તે સહિતનાં મુદ્દે આજે રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર ડો. દર્શીતા શાહ અને આરોગ્ય ચેરમેન સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડની માહિતી મેળવી હતી. 

4/7

એટલું જ નહિં કોરોના પોઝીટીવ દર્દી સાથે મેયર ડો. પ્રદિપ ડવે (Pradip Dav) વિડીયો કોલ થી તબીયત પુછી હતી. જોકે રાજકોટના મેયર તરીકે કોરોના વોર્ડની અંદર કેવી સુવિધાઓ દર્દીઓને આપવામાં આવે છે .

5/7

આ ઉપરાંત  દર્દીઓની કઇ રીતે સારવાર કરવામાં આવે છે તે જાણવા માટે ખુદ મેયર ડો. પ્રદિપ ડવ, (Pradip Dav) અને ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ પીપીઇ કિટ પહેરીને કોવિડ વોર્ડમાં પહોંચ્યા હતા. 

6/7

રાજકોટના મેયર પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, રાજકોટનાં પ્રથમ નાગરિક તરીકે મારી ફરજ છે કે કોરોનાની કઇ રીતે સારવાર કરવામાં આવે તે જોવું. જેથી આજે કોવિડ વોર્ડની અંદર પીપીઇ કીટ પહેરીને ચેકિંગ કરી રહ્યો છું. 

7/7

જોકે કોવિડ વોર્ડમાં જવા થી તમે પણ કોરોના સંક્રમિત થશે તેવો સવાલ કરવામાં આવતા મેયરે જવાબ આપ્યો હતો કે, પીપીઇ કિટ અને તમામ પ્રિકોશન સાથે જઇ રહ્યો છું. મારી જવાબદારી છે તે હું નિભાવી રહ્યો છું.