203062440000ની દોલત, ભાઈ મહારાજા... જયપુરની આ પ્રિસેન્સના ગ્લેમરની આગળ ભૂલી જશો અંબાણીની વહુઓનો અંદાજ; મહેલમાં છે દુનિયાનો સૌથી મોટો ચાંદીનો કલશ

Princess Of Jaipur Gauravi Kumari: આ રાજકુમારી આધુનિકતા અને પરંપરાનો સમન્વય છે. પરંપરાને આગળ વધારતા તે શાહી પરિવારના વારસાને આગળ ધપાવી રહી છે. તેના આધુનિક દેખાવથી તે આજની બોલિવૂડ સુંદરીઓને ટક્કર આપે છે.

જયપુરની ખુબસુરત રાજકુમારી ગૌરવી કુમારી

1/9
image

ભારતમાં રાજાશાહીનો ખતમ થઈ ચૂકી છે, પરંતુ આજે પણ રાજવી પરિવારો પોતાનો વારસો એક પેઢીથી બીજી પેઢી સુધી લઈ જઈ રહ્યા છે. ભારતમાં ઘણા રાજવી પરિવારો છે, જેઓ આજે પણ એ વારસાને આગળ ધપાવી રહ્યા છે.  જયપુર સિટી પેલેસ (Jaipur City Palace) આ હેરિટેજનો એક ભાગ છે જેનું સંચાલન મહારાજા સવાઈ જયસિંહના ઉત્તરાધિકારી દ્વારા કરવામાં આવે છે. આ વિરાસતનો એક ભાગ જયપુરની સુંદર રાજકુમારી ગૌરવી કુમારી (Princess Gauravi Kumari) છે. આધુનિકતા અને પરંપરાના અનોખા મિશ્રણ સાથે રાજકુમારી રાજવી પરિવારના વારસાને આગળ ધપાવી રહી છે.

જયપુરની રાજકુમારી

2/9
image

જયપુર રાજ પરિવારની રાજકુમારી ગૌરવ કુમારી ખૂબ જ સુંદર છે. ગૌરવી કુમારી પરંપરા અને આધુનિકતાનો સમન્વય છે. જયપુરની રાજકુમારી દીયા કુમારીની રાજકુમારી પુત્રી ગૌરવી કુમારીની ખુબસુરતની આગળ બોલિવૂડની સૌથી મોટી હસીનાઓ પણ મુકાબલો કરી શકતી નથી. ભલે તે સાદા કપડાં પહેરે કે સ્ટાઈલિશ, દરેક સ્ટાઈલમાં તેની રોયલ સ્ટાઈલ જોવા મળે છે. પોતાના રોયલ લુકથી તે દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રવધૂઓને પણ ટક્કર આપે છે.

પૌત્રને લીધો દત્તક અને બનાવ્યો મહારાજ

3/9
image

જયપુર શાહી પરિવારના મહારાજા સવાઈ માનસિંહ અને તેમની પહેલ પત્ની મરુધર કંવરના પુત્ર ભવાની સિંહ અને તેમની પત્ની પદ્મિની દેવીની એક માત્ર પુત્રી દિયા કુમારીની પુત્રી ગૌરવી કુમારી છે. તે જયપુર શાહી પરિવારની રાજકુમારી છે. વર્ષ 2002માં મહારાજા ભવાની સિંહે તેમની પુત્રી દિયા કુમારીના પુત્ર પદ્મનાભને દત્તક લીધો હતો અને તેમને જયપુરના રાજવી પરિવારના વારસદાર જાહેર કર્યા. 2011માં મહારાજા ભવાની સિંહના મૃત્યુ પછી પદ્મનાભને તાજ પહેરાવવામાં આવ્યો હતો અને તેઓ શાહી પરિવારના રાજા છે.

અમેરિકામાં મોટી થઈ છે રાજકુમારી

4/9
image

જયપુરના મહારાજ પદ્મનાભ સિંહ માત્ર 13 વર્ષની ઉંમરે મહારાજા બન્યા હતા. તેમની નાની બહેન રાજકુમારી ગૌરવીએ અમેરિકામાં તેમનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું. અત્યંત સ્ટાઇલિશ અને ફેશનેબલ ગૌરવી માત્ર પરંપરાગત પોશાકમાં જ નહીં, પરંતુ વેસ્ટર્ન લૂકમાં પણ અત્યંત સુંદર લાગે છે.  મીડિયા અને કોમ્યુનિકેશનનો અભ્યાસ કરનાર રાજકુમારી ગૌરવ કુમારી ફેશન જગતમાં જાણીતું નામ છે.

ગ્લેમરસ લુક સાથે આપે છે માત

5/9
image

ગૌરવી જેટલી ખુબસુરત છે તેટલી જ તેને ફેશન ઈન્ડસ્ટ્રીમાં પણ રસ છે. તે ફેશન શો અને મોડલિંગમાં ભાગ પણ લઈ ચૂકી છે. તાજેતરમાં તેણે ડાયલ ફોર 2023 ફેશન શોમાં સામેલ થઈ હતી. તે ઘણી ફેશન બ્રાન્ડ્સને એન્ડોર્સમેન્ટ કરે છે.  તેની સુંદરતા જોઈને જિમ્મી ચૂએ તેને પોતાની નવી બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. મિલાન ફેશન વીકમાં પણ તેમણે હાજરી આપી હતી.

ઘોડેસવારીનો શોખ

6/9
image

રાજકુમારી ફેશન શો પણ કરે છે અને ઘોડેસવારી પણ કરે છે. તેમને પોલો અને હોર્સ રેસિંગનો ખૂબ જ શોખ છે. વર્ષ 2017માં ગૌરવીને પેરિસમાં આયોજિત પ્રખ્યાત ઇવેન્ટ 'લે બોલ'માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રાજવી પરિવારની લક્ઝરી લાઈફ જીવનારી ગૌરવીને ન તો તેની માતાની જેમ રાજકારણમાં રસ છે કે ન તો તેને રાજકુમારીની લાઈફ પસંદ છે. તે એક સામાન્ય છોકરીની જેમ પોતાનું જીવન જીવવા માંગે છે. તે પરિવારને સામાજિક કાર્યોમાં મદદ કરે છે.

ફેમેલી બિઝનેસ

7/9
image

ગૌરવી દિયા કુમારીની એકમાત્ર પુત્રી છે. તેમને બે ભાઈઓ છે. દિયા કુમારી જયગઢ ફોર્ટ, સિટી પેલેસ જયપુર, અંબર ફોર્ટ અને બે ટ્રસ્ટ, મહારાજ સવાઈ માન સિંહ મ્યુઝિયમ ટ્રસ્ટ અને જયપુર જયગઢ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ, બે શાળાઓ અને ત્રણ હોટલ ચલાવે છે. ગૌરવ તેની માતા અને ભાઈઓને બિઝનેસમાં મદદ કરે છે. 

કેટલી છે સંપત્તિ

8/9
image

રાજવી પરિવારની જીવનશૈલીને લોકો સુધી પહોંચાડવા માટે રાજાએ સિટી પેલેસના એક ભાગને મ્યુઝિયમમાં અને એક ભાગને હોટલમાં રૂપાંતરિત કર્યો છે. બાકીના ભાગમાં રાજવી પરિવાર રહે છે.  એક રિપોર્ટ અનુસાર જયપુર રોયલ ફેમિલીની સંપત્તિ લગભગ 2.8 બિલિયન ડોલર એટલે કે 2,03,06,24,40,000 અથવા 20 હજાર કરોડ રૂપિયા છે.

શું છે જયપુરના સિટી પેલેસમાં ખાસ?

9/9
image

મહારાજા સવાઈ જયસિંહે 1732માં આ સિટી પેલેસ બનાવ્યો હતો. આ મહેલ વાસ્તુશાસ્ત્ર અનુસાર જયપુરની સ્થાપના કરનાર આર્કિટેક્ટ 'વિદ્યાધર ભટ્ટાચાર્ય' દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ મહેલમાં 14000 ચાંદીના સિક્કા છે અને વિશ્વનો સૌથી મોટો ચાંદીનો કલશ છે.