રામજન્મભૂમિ પર સમતલીકરણ દરમિયાન મળ્યાં અભૂતપૂર્વ અવશેષો, ખાસ જુઓ PHOTOS

રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે સમતલીકરણ કાર્યની જાણકારી આપતા જૂના અવશેષોને સાર્વજનિક પણ કર્યા છે. 

May 21, 2020, 09:10 AM IST

અયોધ્યા: અયોધ્યા રામલાલા જન્મભૂમિમાં સમતલીકરણ દરમિયાન કેટલાક અભૂતપૂર્વ અવશેષો મળ્યા છે. જેનાથી ત્યાં રામ મંદિર હોવાના પુરાવા પાક્કા પાયે સાચા હોવાનું સાબિત થઈ રહ્યું છે. રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે સમતલીકરણ કાર્યની જાણકારી આપતા જૂના અવશેષોને સાર્વજનિક પણ કર્યા છે. 

1/5

હકીકતમાં અયોધ્યા રામલાલા જન્મભૂમિમાં સમતલીકરણ દરમિયાન મંદિરના કેટલાક અવશેષો મળ્યા છે. જેમાં મંદિરના આમલક, મૂર્તિવાળા પથ્થરના થાંભલા, પ્રાચીન કૂવા, મંદિરના ઉંબરા, જેવા પુરાવા મળ્યાં છે. 

2/5

નોંધનીય છે કે લોકડાઉનના નિયમોનું પાલન કરાવીને રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ગર્ભગૃહમાં સમતલીકરણનું કાર્ય કરાવી રહ્યું છે. અહીં જેસીબીથી ખોદકામ ચાલી રહ્યું છે. 

3/5

રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે સમતલીકરણ દરમિયાન અત્યાર સુધી મળેલી પુરાતત્વ અવશેષોમાં દેવી દેવતાઓની ખંડિત મૂર્તિઓ, પુષ્પ, કળશ, આમલક તથા દોરજામ્બ કલાકૃતિઓ છે. આ ઉપરાંત મેહરાબના પથ્થર, સાત બ્લેક ટચ સ્ટોનના સ્તંભ તથા છ રેડ સેન્ડ સ્ટોનના સ્તંભ ઉપરાંત પાંચ ફૂટ આકારની નક્શીયુક્ત શિવલિંગની આકૃતિ પણ મળી આવી છે. 

4/5

મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે જિલ્લાધિકારી અનુજકુમાર ઝાની મંજૂરીથી ચાલી રહેલા સમતલીકરણ કાર્ય દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે તમામ નિર્દેશોનું પૂરેપૂરું પાલન કરવામાં આવી રહ્યું છે. 

5/5

રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે એમ પણ કહ્યું કે લોકડાઉનના કારણે રામમંદિરના નિર્માણમાં મોડું થઈ રહ્યું છે.