Raksha Bandhan 2025 Shubh Yog: આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ખાસ રહેવાનો છે. 9 ઓગસ્ટ 2025, શનિવારે રક્ષાબંધનના દિવસે અનેક શુભ યોગનો મહાસંયોગ બનવા જઈ રહ્યો છે જે 3 રાશિના લોકોને સફળતા અને બંપર ધન લાભ કરાવી શકે છે.
1/69 ઓગસ્ટ 2025, શનિવારે રક્ષાબંધન ઉજવવામાં આવશે. આ દિવસ ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક હોય છે. આ વર્ષે રક્ષાબંધન જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ વિશેષ રહેશે. આ વર્ષે વર્ષો પછી રક્ષાબંધન પર એક સાથે અલગ અલગ શુભ યોગ બનવા જઈ રહ્યા છે.
2/6આ વર્ષે રક્ષાબંધન પર સૌભાગ્ય યોગ, શોભન યોગ, સર્વાર્થસિદ્ધિ યોગનું નિર્માણ થશે. આ સાથે જ આ દિવસે શ્રવણ નક્ષત્ર પણ રહેશે. રક્ષાબંધન આ વર્ષે શનિવારે આવે છે. આ બધા જ સંયોગ રક્ષાબંધનના પર્વને 3 રાશિના ભાઈ-બહેનો માટે શુભ અને સકારાત્મક બનાવે છે.
3/6વૃષભ રાશિના લોકો માટે રક્ષાબંધન શુભ પરિણામ લાવનાર સાબિત થઈ શકે છે. આ રાશિના લોકોની નોકરી-વેપારમાં પ્રગતિ થશે. લાંબા સમયથી અટકેલા કામમાં તેજી આવશે. સફળતા અને ધન મળશે.
4/6વૃશ્ચિક રાશિના લોકોને આ સમયે પ્રમોશન મળી શકે છે. વિશેષ રીતે સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે ખાસ લાભકારી સમય. માન-સન્માન મળશે, પદ-પ્રતિષ્ટા વધી શકે છે. ઘરમાં સમૃદ્ધિ અને ખુશહાલી આવશે.
5/6મીન રાશિના લોકોને વેપારમાં મોટો ફાયદો મળી શકે છે. નોકરી કરતા લોકો માટે સમય ઉન્નતિદાયક છે. આ સમયે વિદેશ સંબંધિત શુભ સમાચાર મળી શકે છે. આવક વધવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે.
6/6