આજનો દિવસ કેટલીક રાશિ માટે સારો અને કોઈક માટે ખરાબ, વિગતો જાણવા કરો ક્લિક...

Jan 13, 2020, 09:45 AM IST

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.
 

1/12

મેષ

મેષ

કેરિયર સંબંધી સારા સમાચાર મળી શકે છે. દુશ્મનો તમારા પર હાવિ રહેશે. જૂના વિવાદ ઉકેલવાની કોશિશ કરશો અને સ્થિતિ તમારા ફેવરમાં કરશો. નોકરીયાતો માટે સારો સમય છે.  નવા લોકોને મળશો જે મદદરૂપ થશે. 

2/12

વૃષભ

વૃષભ

ઓફિસ કે બિઝનેસમાં નવી પહેલ કરવાનો સમય છે. તમારા કામકાજમાં નવા પ્રયોગ કરવામાં તમે સફળ થઈ શકો છો. દિવસ ઠીક છે. આજે તમે જે પણ વિચારશો તેમાં સફળતા મળી શકે છે. અધિકારીઓ તમારા વખાણ કરશે. જીવનસાથી સાથે સમય પસાર થશે. ભાગીદારીમાં ફાયદો થશે. રોજબરોજના કામોથી ફાયદો થશે. પ્રોપર્ટીના કામ પણ પૂરા થઈ શકે છે. જૂના કામ સમયસર પૂરા થશે. કૌટુંબિક સમસ્યાઓના સમાધાનની તક મળી શકે છે.

3/12

મિથુન

મિથુન

પરિવારની મદદ મળી શકે છે. માસિક સંતુલન રહેશે. કામ પૂરા થશે. કેરિયર અને રોકાણના ક્ષેત્રોમાં કઈંક નવું અને શાનદાર કરવાની તક મળશે. પૈસાની અને પરિવારની સ્થિતિ પર ધ્યાન આપવું જોઈએ.

4/12

કર્ક

કર્ક

કાર્યસ્થળ પર વાતાવરણ તમારા મુજબ ન  હોવાથી મૂડ ખરાબ  રહેશે. લવલાઈફની અણબનમાં કોઈ નિર્ણય કરી શકશો નહીં. રોજબરોજના કામ પૂરા કરવામાં મુશ્કેલી આવશે. પ્લાનિંગ કરેલા કામ પણ પૂરા નહીં થાય. વિવાદ અને સ્પર્ધાથી બચો.  

5/12

સિંહ

સિંહ

શેર માર્કેટમાં સમજી વિચારીને રોકાણ કરો. જે લોકો તમારી કેરિયર માટે મહત્વના છે તેઓ તમને થોડા પરેશાન કરી શકે છે. કોઈ ખાસ કામ પૂરા થવાની આશા હતી તે પૂરું ન થાય તો તણાવમાં ન આવતા. ધૈર્ય રાખજો.

6/12

કન્યા

કન્યા

ધનલાભ થઈ શકે છે. એવા કામથી ફાયદો થશે જે લાંબા સમય સુધી ચાલશે. અનેક પ્રકારના રોચક વિચારો અને યોજનાઓ આજે બની શકે છે. અપરણિત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. તમે બુદ્ધિથી તમારા કામ પૂરા કરાવી શકો છો. આજે તમે પોતાને સાબિત કરી બતાવશો. મિત્રો અને પરિવાર તરફથી સહયોગ મળવાના યોગ છે. કોઈ સારા સમાચાર મળી શકે છે. તમે ખુશ થઈ જશો. બેરોજગાર લોકો માટે સારો દિવસ કહી શકાય. 

7/12

તુલા

તુલા

મહેનતથી સફળતા મળશે. ઈચ્છાઓ  પણ પૂરી થશે. પ્રમોશન મળવાના પૂરા ચાન્સ છે. કોઈ પણ તક જવા ન દો. જે કામમાં હાથ નાખશો તેમાં જરૂરી મદદ મળશે. લોકો પાસેથી કામ કઢાવવામાં સફળ રહેશો. 

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

પૈસા મામલે નુકસાન થઈ શકે છે. કાનૂની મામલે ગૂંચવાઈ શકો છો. સમયનું ધ્યાન રાખો. કેટલાક ખાસ કામોમાં વધુ મહેનત કરવી પડી શકે છે. અચાનક થનારા ઘટનાક્રમ પર તરત કોઈ નિર્ણય ન લો. 

9/12

ધનુ

ધનુ

બિઝનેસમાં અચાનક ધનલાભના યોગ છે. પાર્ટનરના સૂચનો મહત્વપૂર્ણ બની શકે છે. અચાનક ધનલાભ થઈ શકે. ફસાયેલા નાણા પરત મળશે. કેટલીક સારી તકો મળશે, મીઠું બોલીને કામ પૂરા કરાવી લેશો. 

10/12

મકર

મકર

વિચારેલા કામ કરવાના શરૂ કરી દો. ફાયદો થઈ શકે છે. આજે તમે સારું મહેસૂસ કરશો. સામૂહિક અને સામાજિક કામ માટે સારો દિવસ છે. કોટુંબિક કામો પૂરા કરવા પડી શકે છે. મિત્રો સાથે સમય પસાર કરશો. કોઈ પ્રકારના રોકાણની યોજના પણ બનાવી શકો છો. ધનલાભ થઈ શકે છે. ઉધાર આપેલા નાણા પરત મળી શકે છે. ઓફિસ કે બિઝનેસમાં તમે લીધેલા નિર્ણય મોટો ફાયદો કરાવનારા હશે. 

11/12

કુંભ

કુંભ

અચાનક ધનલાભ થઈ શકે છે. અટવાયેલા નાણા પાછા મળવાના યોગ છે. પૈસાના મામલે ઉકેલ આવી શકે છે. મિત્રો તમને સમસ્યામાંથી બહાર કાઢવાની કોશિશ કરશે. કામકાજ સંબંધિત સારા અને વ્યવહારિક આઈડિયા આવશે. કોઈની સાથે અણબન હોય તો તે ઝડપથી ઉકેલવાની કોશિશ કરો. વ્યવહારકુશળતા અને સહનશક્તિથી કામ લેશો તો મોટા ભાગના મામલા ઉકેલાઈ જશે.   

12/12

મીન

મીન

કેરિયર મામલે સંવેદનશીલ નિર્ણય લેવામાં સાવધાની રાખો. સમજી વિચારીને રોકાણ કરો. કામકાજમાં ભૂલ થઈ શકે છે. જરૂર કરતા વધુ થાક લાગી શકે છે. બીજા લોકો પોતાનો બોજો તમારા પર નાખી શકે છે.