રાશિફળ 7 ડિસેમ્બર : આજે કઈ રાશિના લોકો થશે માલામાલ? 

Dec 7, 2019, 09:02 AM IST

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ત્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

મેષ

મેષ

બિઝનેસમાં આત્મનિર્ભરતા રહેશે. નવા લોકોનો સંપર્ક થશે. કામકાજ વધશે. સાથેના લોકોનો સહયોગ મળશે. નવા લોકો સાથે સારા સંબંધ બનશે. બેરોજગારોને નોકરી મળશે. આર્થિક સ્થિતિમાં જલદી સુધાર લાવવામાં સફળ થશો. વિચારેલા કામો પૂરા થશે. જૂની સમસ્યાઓનું સમાધાન મળી શકે છે. 

2/12

વૃષભ

વૃષભ

નવા બિઝનેસ તરફ આકર્ષિત થશો. નોકરીમાં ફેરફારના યોગ છે. આવક વધી શકે છે. કોઈ જૂની યોજના અચાનક યાદ આવી શકે છે અને તમે તેના પર કામ કરવાની પણ કોશિશ કરશો. વ્યવહારકુશળતાથી અધિકારીઓનું સન્માન મળશે. 

3/12

મિથુન

મિથુન

બિઝનેસમાં નવી યોજના બની શકે છે. અટવાયેલા નાણા પાછા મળી શકે છે. કોઈથી ઉધાર પૈસા લેવા પડી શકે છે. કોશિશો સફળ થશે. ઓફિસના કોઈ કામથી મુસાફરીના યોગ છે. જે ફાયદો કરાવશે. જીવનસાથીનો સહયોગ મળશે. કોઈ ઈચ્છા પૂરી થશે.   

4/12

કર્ક

કર્ક

નોકરીમાં પદોન્નતિની સંભાવના. પોતાનો બિઝનેસ હશે તો તેના પર ધ્યાન રહેશે. બિઝનેસ અને કામકાજ સંબંધિત પરેશાનીઓ દૂર થશે. ફાલતુ ભાગદોડ બંધ થશે. ઘર અને ઓફિસ બંને જગ્યાએ માહોલ ખુશનુમા રહેશે. લવ લાઈફ અને દાંપત્ય જીવન માટે સમય સારો છે. થાક અને તણાવ થઈ શકે છે. 

5/12

સિંહ

સિંહ

કરજથી છૂટકારો મળી શકે છે. તમારા કામ પર પૂરી નજર રાખો. અધિકારીઓનો સહયોગ મળશે. આજે યોજના બનાવવી એ મહેનત કરતા પણ વધુ કારગર સાબિત થઈ શકે છે. તમારા માટે પરિવાર, જમીન-સંપત્તિ મામલે, મિત્રો અને સંબંધીઓ ખાસ બની શકે છે. તમારો વ્યવહાર પાર્ટનરને ખુશ કરશે. કઈંક નવું અને સકારાત્મક કામ કરશો તો તમે તમારા જીવનમાં સારો એવો સુધારો કરી શકશો. 

6/12

કન્યા

કન્યા

બિઝનેસ સારો ચાલશે. ખાસ કામ પૂરું થઈ શકે છે. ભૌતિક સુવિધાઓ તરફ ઢળશો. વ્યક્તિગત સમસ્યાઓનો ઉકેલ આવશે. જમીન-સંપત્તિ ખરીદવા પર ધ્યાન રહેશે. રોકાણની યોજના બની શકે છે. અચાનક સૂજનારી કે મળનારી વ્યક્તિથી તમને ફાયદો થશે. આરામ મળશે. આ રાશિના લોકોને માલામાલ થવાન સંકેત મળશે. 

 

7/12

તુલા

તુલા

નોકરી અને બિઝનેસના નિર્ણયો ભાવનામાં આવીને ન લો. વિવાદનો સામનો કરવો પડી શકે છે. કોઈ જૂનો વિવાદ સામે આવી શકે છે. પરિવારની સમસ્યાઓ રહેશે. માનસિક પરેશાનીઓ વધશે. નજીકના સંબંધમાં ઉલટફેરના યોગ છે. થોડા પરેશાન થશો. વાહનનો ઉપયોગ સાવધાનીથી કરો.   

8/12

વૃષ્ચિક

વૃષ્ચિક

આર્થિક મામલે સુધાર થઈ શકે છે. નવા કોન્ટેક્ટનો ફાયદો થશે. કામકાજના વખાણ થશે. અચાનક ક્યાંકથી ધનલાભ થશે. નોકરીમાં મનગમતી બદલી કે પદોન્નતિની સંભાવના છે. દાંપત્ય જીવન પણ સુખી રહેશે. લવલાઈફ માટે સારો દિવસ છે. ભારે ભોજનથી પરેશાની થઈ શકે છે. 

9/12

ધન

ધન

વાણી પર સંયમ રાખો. અનિયમિત દિનચર્યાના કારણે આળસ અને થાક થઈ શકે છે. કેટલાક નાના કામોમાં પરેશાની રહેશે. આવક મુજબ જ ખર્ચ કરો તો સારું. આત્મવિશ્વાસ નિયંત્રણમાં રાખો. કોઈ વાત પર થોડી બેચેની થઈ શકે છે. જોશમાં આવીને નવું રોકાણ ન કરો. 

10/12

મકર

મકર

બિઝનેસ અને નોકરીમાં પરિવારનો સહયોગ મળશે. કાર્યસ્થળ પર સમજી વિચારીને બોલો. ઉન્નતિના રસ્તા ખુલશે. બિઝનેસમાં ફાયદો થવાના યોગ છે. ઘરમાં ઉપયોગી થનારી વસ્તુઓ ખરીદી શકશો. સોચ વિચારાત્મક રાખશો. વિશ્વસનીય વ્યક્તિનો સહયોગ મળી શકે છે. પાર્ટનર સંવેદનશીલ મૂડમાં રહેશે. તમારી ભાવનાઓનું સન્માન થશે. તમારે તમારા સ્વાસ્થ્ય પર ખાસ ભાર મૂકવો પડશે. 

11/12

કુંભ

કુંભ

ઓફિસમાં કામકાજ બહુ  રહેશે. કેટલાક લોકો તમારી પાસે કામ કઢાવવાની કોશિશ કરશે. સાવધાન રહો. માનસિક ભટકાવના કારણે કામ પર ધ્યાન આપવામાં પરેશાની રહેશે. વધુ ન વિચારો. તમારા મનની વાતો પાર્ટનરથી બિલકુલ ન છૂપાવો. શારીરિક રીતે વધુ નહીં પરંતુ મામૂલી પરેશાનીઓ થશે. 

12/12

મીન

મીન

બેરોજગારો માટે સારો દિવસ. કેરિયરમાં આગળ વધવાની તક મળશે. કોન્ફિડન્સના કારણે જોખમભર્યા  કામોમાં સફળતા મળી શકે છે. પૈસા અને બિઝનેસના મામલે ધ્યાન આપો. કેરિયરમાં આગળ વધવાની તકો મળી શકે છે. સામાજિક સન્માન વધી શકે છે. કૌટુંબિક સંબંધોમાં સુધારના યોગ છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. ખર્ચો વધી શકે છે.