close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

રાશિફળ 13 ઓગસ્ટ: આ રાશિઓ માટે ખાસ હશે મંગળવાર, તેમને રાખવું પડશે થોડું ધ્યાન

જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે

Aug 13, 2019, 08:29 AM IST

નક્ષત્ર તેમની ચાલ દરેક સમયે બદલતા રહે છે. આ નક્ષત્રનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઇ રહ્યો છે. તેના અનુસાર તમારું જીવન પ્રભાવિત થયા છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ દરરોજ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. આજનો તમારો દિવસ કેવો હશે તે જાણીએ આ રાશિફળમાં....

1/12

મિથુન રાશિ

મિથુન રાશિ

તમારી જવાબદારીથી વધારે કામ પોતાના પર ના લો. તમારા માટે પોતાના પર નિયંત્રણ અને અનુશાસન રાખવાની જરૂરીયાત છે. દરેક ભાવનાત્મક સ્થિતિમાં પોતાને સંયમમાં રાખો. પૈસાના મામલે ધીરે-ધીરે આગળ વધો. મોટા અને અનુભવી લોકોથી સારી સલાહ પણ તેમને મળી શકે છે. કલા, સંગીત, ભાષા, લેખનના ક્ષેત્રથી જોડાયેલા લોકોને કરિયર સંબંધિત સારી તક પણ મળી શકે છે. બિઝનેસમાં કર્મચારીઓ પર વધારે ધ્યાન આપો.

2/12

કર્ક રાશિ

કર્ક રાશિ

અચાનક ફાયદો થવાનો યોગ છે. અટવાયેલા પૈસા મળી શકે છે. રોજેરોજના કામકાજ કોઇ અવરોધ વગર પૂરા થશે. કોઇ મોટી વાતને લઇને ટેન્શન દૂર થઇ શકે છે. તમે ઘણાં ઉત્સાહમાં રહેશો. મિત્રો અને સંબંધીઓ વિશે વિચાર કરશો. મનમાં સકારાત્મક ઉર્જાઓ પણ રહશે. કોઇ તણાવપૂર્ણ સ્થિતિને સંભાળવા અને શાંત કરવાનો પ્રયત્ન કરો. વિકાસની યોજનાઓ બની શકે છે.

3/12

સિંહ રાશિ

સિંહ રાશિ

નોકરી અને બિઝનેસ કરનાર લોકો ટારગેટ બનાવી કામ કરે. તમે જલ્દી સફળ થઇ શકો છો. તમારા જીવનમાં કેટલાક બદલાવ આવી શકે છે. તેનો અહેસાસ પણ પહેલાથી થઇ જશે. તમે નાના-મોટા વિષયો પર પણ ઉંડાણ પૂર્વક વિચાર કરશો. ધૈર્ય રાખો અને સંપૂર્ણ વાત સમજીને કોઇ નિર્ણય કરો. અચાનક કોઇ વાત તમારા પર અસર છોડી શકે છે. તમારો બિઝનેસ પણ સામાન્ય રહેશે. મિત્રો પાસેથી પણ મદદ મળી શકે છે.

4/12

કન્યા રાશિ

કન્યા રાશિ

લગભગ ઘણા અવરોધ દૂર થઇ શકે છે. કામ સમય પર કરી લો. નોકરી અને પૈસાના કારણથી દિવસ સારો થઇ શકે છે. તમે ઘણા મહત્વાકાંક્ષી અને ઉદાર પણ થઇ શકો છો. તમને સફળતા મળે કે ના મળે તમારા પ્રયત્ન ના છોડો. આજે તમને ઘણી સારી તક મળી શકે છે. પરિવાર અથવા મકાન સંબંધિત અધૂરા કામ પૂરા થવાની સંભાવના બની રહી છે. ધૈર્યથી કામ કરશો તો સફળતા મળવાનો યોગ છે. બિઝનેસ સારો ચાલશે. કામના વિસ્તારની યોજનાઓ બની શકે છે. અટવાયેલા પૈસા પણ મળી શકે છે.

5/12

તુલા રાશિ

તુલા રાશિ

તમે મીઠું બોલીને તમારું કામ કરો છો. કરિયર અને પર્સનલ જીવન તમારા માટે મોટો મુદ્દો બની શકે છે. નવી નોકરી માટે પ્રયત્ન કરવો પડશે. કરિયરને લઇને કોઇ એવો આઇડીયા આવી શકે છે જે તમારા માટે અસરકારક રહેશે. તમે કેટલાક ખાસ નિર્ણય પણ લઇ શકો છો. આ સિલસિલામાં ઘણું મંથન અને વાતચીત થશે. વૃદ્ધોના આશિર્વાદ મળી શકે છે. પરિવારમાં ખુશીની તક મળી શકે છે.

6/12

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ

આજે તમે કોઇ ખાસ પરિણામ પર પહોંચી શકો છો. છેલ્લા કેટલા દિવસોથી દિમાગમાં જે ઉથલ પાથલ ચાલી રહી છે, તે દૂર થઇ શકે છે. આજે તમારા માટે દિવસ સારો છે. ધન લાભનો યોગ છે. મૂલ્યવાન ધાતુઓથી ફાયદો થઇ શકે છે. પ્રતિષ્ઠિત લોકોથી સંબંધ વધી શકે છે. ખાવા-પીવા પર સંયમ રાખો. આર્થિક કામકાજમાં પ્રગતિ થઇ શકે છે.

7/12

ધન રાશિ

ધન રાશિ

આગળ વધાની કેટલીક સારી તક મળી શેક છે. આજે તમે બને ત્યાં સુધી શાંત રહો, સમજોતાનું મન બનાવી ચોલો. પરિવાસની સાથે સારો તાલમેલ રહેશે. ખરીદી થઇ શકે છે. નવી વસ્તુ અથાવા કાર ખરીદીનો વિચાર કરી શકો છો. પારિવારિક સુખ અને સંતોષ રહેશે. પોતાની વસ્તુઓ સંભાળીને રાખો.

8/12

મકર રાશિ

મકર રાશિ

આજે જાણ્યા-અજાણ્યામાં તમારાથી કોઇ એવું કામ થઇ શકે છે. જેનાથી તમારું માન-સન્માન વધી જશે. ઓછી મહેનતમાં પણ ફાયદો થઇ શકે છે. કામકાજમાં સફળતાનો યોગ બની રહ્યો છે. ભાઇઓ અને મિત્રોની મદદથી તમને ફાયદો થઇ શકે છે. તમે જે નવું કામ કરવા માગો છો તે શરૂ થઇ શકે છે. જમીન-મકાનની ખરીદી પણ થઇ શકે છે. દિવસભર બિઝનેસ વિશે પ્લાનિંગ થઇ શકે છે. મુશ્કેલીઓનું સમાધન તમારી સામે આવી શકે છે.

9/12

મેષ રાશિ

મેષ રાશિ

કોઇ પણ વાત સમજી-વિચારીને કરવી. લોકો પાસેથી કોઇ આશા ના રાખો. તમારી તરફથી સંપૂર્ણ વિનમ્રતાથી વર્તન કરો. આજે થનાર કોઇ ખાસ વાતચીત તમારા ભવિષ્યને પ્રભાવિત કરી શકે છે. આજે તમે વ્યાવહારિકાત પણ રાખો. તમારા મનની વાત પર સંપૂર્ણ વિશ્વાસ કરો. કોઇ મોટી સરપ્રાઇઝ મળી શકે છે. આજે મોટા લોકો સાથે રહેવાની તક પણ મળી શકે છે. તેનો ફાયદો આવનારા દિવસોમાં થઇ શકે છે.

10/12

વૃષભ રાશિ

વૃષભ રાશિ

શાંતિથી દિવસ પસાર કરો અને આવનારા સમયનું પ્લાનિંગ કરો. પોતાનું કામ મન લાગાવી કરો. સમય આવવા પર તેનો ફાયદો થઇ શકે છે. તમારા દ્વારા મુકવામાં આવેલી યોજના પૂરી થઇ શકે છે. ફેરફારોને સ્વિકારવાનો દિવસ છે. તમને કોઇ સારા સમાચાર મળી શકે છે. આવાસ સંબંધી સમસ્યાનો આજે ઉકેલ આવી શકે છે. બિઝનેસના કામતી બહાર જઇ શકો છો. સંતાનની પ્રગતિ થશે. ઘણા અધુરા કામ પૂર્ણ થઇ જશે.

11/12

કુંભ રાશિ

કુંભ રાશિ

ધન લાભની તક મળી શકે છે. એકાગ્ર થાવનો પ્રયત્ન કરો. સાથે કામ કરનાર કેટલાક લોકો તમારી સાથે પોતાની ખાસ વાત શેર કરી શકે છે. પ્રેમ સંબંધોમાં વિશ્વાસ વધી શકે છે. સ્ટાર્સ તમારૂ કામ પૂર્ણ કરાવી શકે છે. બિઝનેસમાં મુશ્કેલીઓ દૂર થવાનો યોગ છે. નવા લોકોથી મુલાકાત થઇ શકે છે. તમારી ઓળખાણનો દાયરો વધી શકે છે અને તમે હિમ્મતથી કામ કરી શકશો.

12/12

મીન રાશિ

મીન રાશિ

આજે તમારામાં જરૂરીયાત કરતા વધારે કામ કરવાની ઉર્જા રહેશે. તમે તમારી ઉર્જાને યોગ્ય દિશામાં લાવવાનો પ્રયત્ન કરો. તમારી સફળતા સંપૂર્ણ તમારી તૈયારીઓ પર છે. મહત્વપૂર્ણ લોકોથી અચાનક અને યોગ્ય સમય પર મુલાકાત થઇ શકે છે. બિઝનેસના સોદા સફળ થઇ શકે છે. પૈસાની સ્થિતિ સકારાત્મક થઇ શકે છે. દિવસ સકારાત્મક રીતે પસાર થશે. તક મળતા જ તાત્કાલીક નિર્ણય કરતા પહેલા યોગ્ય રીતે વિચાર કરી લો.