દુનિયાની સૌથી સસ્તી MPV, મોટો પરિવાર માટે સૌથી ખાસ છે આ કાર, મળશે ગજબના ફીચર્સ
ભારતમાં જે રેનો ટ્રાઇબરનું વેચાણ કરવામાં આવે છે, તેનાથી સસ્તી સેવન સીટર કાર તમને ક્યાંય મળશે નહીં, 1 લીટર એન્જિન અને ઓટોમેટિક તથા મેનુઅલ ગિયરબોક્સની સાથે આવનારી આ MPV નું નવું મોડલ થોડા સમય પહેલાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
નવી રેનો ટ્રાઇબર ₹5.76 લાખમાં ઉપલબ્ધ છે, જે તમને MPVમાં ભાગ્યે જ મળશે. તે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે સૌથી સસ્તું સાત-સીટર વાહન છે, જે કોઈપણ વ્યક્તિ પૈસા ખર્ચ્યા વિના પરવડી શકે છે.
નવી ટ્રાઇબર 1-લિટર, 3-સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન ઓફર કરવાનું ચાલુ રાખે છે, જે 72 hp અને 96 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તે 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન (AMT) સાથે જોડાયેલું છે. જો કે, આ નવું રેનો ફેસલિફ્ટ મોડેલ કેટલાક નવા એન્જિન વિકલ્પો પ્રદાન કરે છે. આ વખતે, રેનોએ ભારતીય બજારમાં વધુ શક્તિશાળી એન્જિન સાથે કાર રજૂ કરી છે. CNG રેટ્રોફિટમેન્ટ રેનો ડીલરશીપ પર પણ ઉપલબ્ધ છે, પરંતુ ગ્રાહકોએ આ માટે વધારાની ચૂકવણી કરવી પડશે. કંપની આ રેટ્રોફિટ પર ફક્ત 3 વર્ષની વોરંટી આપી રહી છે.
આ કાર સલામતી સુવિધાઓની દ્રષ્ટિએ બેસ્ટ છે છે, જેમાં છ એરબેગ્સ સ્ટાન્ડર્ડ છે. વધુમાં, આ સાત-સીટર MPVમાં ઇલેક્ટ્રોનિક બ્રેક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ (EBD) પણ છે, જે સ્થિર અને સચોટ બ્રેકિંગ સુનિશ્ચિત કરે છે. આ કાર મજબૂત બિલ્ડ ધરાવે છે, જે ટકાઉપણાની ખાતરી આપે છે.
Renault Triber 7-સીટર હોવા છતાં કોમ્પેક્ટ સાઇઝમાં આવે છે, જેથી શહેર અને હાઈવે બંને માટે પરફેક્ટ માનવામાં આવે છે. સીટ્સ ફોલ્ડ કર્યા બાદ તેમાં 625 લીટર સુધીની બૂટ સ્પેસ મળી જાય છે. ટ્રાઇબરના ઈન્ટીરિયરમાં પણ ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. તમને નવા ડ્યૂલ-ટોન થીમ, સારી ક્વોલિટીનું મટિરિયલ ફિનિશ અને કેટલાક એડવાન્સ ફીચર્સ મળશે. આશા છે કે નવી ટ્રાઇબરમાં ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે અને ટાયરમાં પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
રેનો ટ્રાઇબર ફેસલિફ્ટના મિકેનિકલ સેટઅપમાં કોઈ મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી. તે અત્યાર સુધી ઉપલબ્ધ 1.0-લિટર, 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે. આ એન્જિન આશરે 72 bhp અને 96 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. ગિયરબોક્સ વિકલ્પોમાં 5-સ્પીડ મેન્યુઅલ અને AMT ટ્રાન્સમિશનનો પણ સમાવેશ થશે, જે આ મોડેલને બજેટ-ફ્રેંડલી 7-સીટર શોધી રહેલા ગ્રાહકો માટે આદર્શ બનાવે છે.
Trending Photos



