Richest Person in Rajkot: રાજકોટના ટોપ-10 ધનાઢ્ય વ્યક્તિઓ, આ લોકો પાસે છે કરોડો રૂપિયાની સંપત્તિ
Top Richest Person in Rajkot: ગુજરાતના રાજકોટ શહેરને સૌરાષ્ટ્રના પાટનગર કહેવામાં આવે છે. રંગીલા શહેર તરીકે જાણીતું રાજકોટ અનેક ઉદ્યોગોનું હબ છે. રાજકોટમાં ખૂબ ઔદ્યોગિક વિકાસ થયો છે. રાજકોટમાં અનેક નાની-મોટી કંપનીઓ, કારખાનાઓ આવેલા છે. તેવામાં રાજકોટમાં કરોડપતિઓની સંખ્યા પણ ઘણી છે.
રાજકોટના કરોડપતિઓ
તાજેતરમાં 360 વન વેલ્થ અને ક્રિસિલ દ્વારા ભારતના કરોડપતિઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં રાજકોટ શહેરમાં પણ એવા ઘણા લોકો છે જેની સંપત્તિ 500 કરોડ રૂપિયાથી વધુ છે. આજે અમે તમને રાજકોટના ટોપ-10 કરોડપતિઓની માહિતી આપીશું.
1. પરાક્રમસિંહ જાડેજા
જ્યોતિ CNC ના માલિક અને જાણીતા ઉદ્યોગપતિ પરાક્રમસિંહ જાડેજા રાજકોટના સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. પરાક્રમસિંહ જાડેજાની કુલ સંપત્તિ 12 હજાર 529 કરોડ રૂપિયા છે. પરાક્રમસિંહ જાડેજા જ્યોતિ સીએનસીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે.
2. બિપિનભાઈ વિઠ્ઠલભાઈ હદવાણી
ગુજરાત અને ભારતમાં નમકીનની જાણીતી બ્રાન્ડ ગોપાલ સ્નેક્સના માલિક બિપિનભાઈ રાજકોટના બીજા સૌથી ધનીક વ્યક્તિ છે. બિપિનભાઈની કુલ સંપત્તિ 2622 કરોડ રૂપિયા છે.
3. વિનિત બેડિયા
રાજકોટના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિમાં વિનિત બેડિયા સામેલ છે. વિનિત બેડિયા સિલ્વર પંપ સાથે સંકળાયેલા છે. તેમની કુલ સંપત્તિ 1021 કરોડ રૂપિયા છે.
4. સહદેવસિંહ લાલુભા જાડેજા
જ્યોતિ સીએનસીના સહદેવસિંહ જાડેજા પણ રાજકોટના સૌથી વધુ સંપત્તિ ધરાવનાર વ્યક્તિઓમાં સામેલ છે. 360 વન વેલ્થ અને ક્રિસિલના રિપોર્ટ પ્રમાણે સહદેવ સિંહની કુલ સંપત્તિ 909 કરોડ રૂપિયા છે.
5. ધરમશી બેડિયા
સિલ્વર પંપ્સના ઘરમશી બેડિયા રાજકોટના પાંચમાં સૌથી ધનવાન વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 808 કરોડ રૂપિયા છે.
6. દક્ષાબેન બિપિનભાઈ હદવાણી
ગોપાલ સેન્ક્સના માલિક બિપિનભાઈના પત્ની દક્ષાબેન રાજકોટના સૌથી ધનિક મહિલા છે. દક્ષાબેનની કુલ સંપત્તિ 777 કરોડ રૂપિયા છે.
7. હોસ્કોટે શામરાવ રાઘવેન્દ્ર રાવ
હોસ્કોટે શામરાવ રાઘવેન્દ્ર રાવ રાજકોટના ટોપ-10 ધનિકોમાં સામેલ છે. DCX સિસ્ટમ્સ લિમિટેડ જે ઈલેક્ટ્રોનિક્સ ઈક્વિપમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ અને કોમ્પોનેન્ટ્સનો વ્યવસાય કરે છે. હોસ્કોટે શામરાવ રાઘવેન્દ્ર રાવની કુલ સંપત્તિ 746 કરોડ રૂપિયા છે.
8. રૂપેશ દયાશંકર મડેકા
રોલેક્સ રિંગ્સ લિમિટેડના રૂપેશ દયાશંકર મકેડા પણ રાજકોટના સૌથી ધનવાન વ્યક્તિઓમાં સામેલ છે. તેમની કુલ સંપત્તિ 706 કરોડ રૂપિયા છે.
9. જીતેન દયાશંકર મડેકા
રોલેક્સ રિંગ્સ લિમિટેડના જીતેન દયાશંકર મડેકા રાજકોટના નવમા સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 697 કરોડ રૂપિયા છે.
10. મનેશ દયાશંકર મડેકા
રાજકોટના દસમાં સૌથી ધનાઢ્ય વ્યક્તિની વાત કરવામાં આવે તો રોલેક્સ રિંગ્સ લિમિટેડના મનેશ દયાશંકર મડેકાનો સમાવેશ થાય છે. તેમની કુલ સંપત્તિ 674 કરોડ રૂપિયા છે.
Trending Photos