Photos: કોઈએ કાળા ચશ્મા પહેરીને, કોઈ ઘોડા પર આવીને તો કોઈએ વાજતે-ગાજતે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી

1/8
image

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો ધમધમાટ હવે વધુને વધુ તેજ બની રહ્યો છે. પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ છે ત્યારે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો આખરી દિવસ હોવાથી ઉમેદવારો શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા. કોઈએ કાળા ચશ્મા પહેરીને, કોઈ ઘોડા પર આવીને તો કોઈએ વાજતે-ગાજતે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી. ગૃહ રાજ્યમંત્રી ઉમેદવારી ફોર્મ ભરતા પહેલાં પોતાના સમર્થકોને મળ્યાં હતાં. સૌ કોઈને તેમણે આભાર માન્યો. એટલું જ નહીં ફોર્મ ભરતા પહેલાં તેમણે પોતાના ફેવરિટ વડાપાઉંની પણ મજા માણી હતી. ત્યાર બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર પણ ઉમેદવારી નોંધાવતી વખતે કાળા ચશ્મા પહેરીને એકદમ ફિલ્મી અંદાજમાં જવા મળ્યાં હતાં. જ્યારે સુરતમાં કુમાર કાનાણીનો અનોખો અંદાજ જોવા મળ્યો. કુમાર કાનાણી ઘોડે ચઢીને ઉમેદવારી ફોર્મ ભરવા આવ્યાં હતાં. જ્યારે ક્રિકેટ રવિન્દ્ર જાડેજા પોતાની પત્ની રીવાબાના સમર્થનમાં આવ્યાં. રીવાબા જાડેજાએ જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી.

2/8
image

3/8
image

4/8
image

5/8
image

6/8
image

7/8
image

8/8
image