અહીં મળશે ભાડા પર ગર્લફ્રેન્ડ, આ યુવતીએ પ્રોફેશનલ પ્રેમિકા બનીને 2 મહિનામાં કરી લાખોની કમાણી

Ruby Jade Become Professional Girlfriend: હવે ભાડા પર સંબંધો પણ મળવા લાગ્યા છે, 21 વર્ષની યુવતી રુબી જેડ, જેને "પ્રોફેશનલ ગર્લફ્રેન્ડ" કહેવામાં આવે છે, તે ભાડા પર કોઈપણ પુરુષ સાથે ડેટ પર જાય છે અને ખૂબ પૈસા કમાય છે.

પ્રોફેશનલ ગર્લફ્રેન્ડ

1/5
image

ઓસ્ટ્રેલિયામાં ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડને ભાડા પર લેવાનો ટ્રેન્ડ ખૂબ જ વધી રહ્યો છે, આ માટે ડેટિંગ એપ્સનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેની કેટલીક વેબસાઈટ દ્વારા પરિવારના સભ્યોને ભાડા પર પણ લઈ શકાય છે. આવી સ્થિતિમાં એક ખાસ કિસ્સો સામે આવ્યો છે, જેમાં બ્રિસ્બેનની 21 વર્ષની રૂબી જેડ પેઇડ કન્પેનિયનશિપ આપે છે. તેણી પોતાને "પ્રોફેશનલ ગર્લફ્રેન્ડ" તરીકે બતાવે છે, જનાથી ઘણા બધા ડોલર કમાય છે.

એક નવા પ્રકારની રિલેશનશિપ

2/5
image

તાજેતરના મહિનાઓમાં રૂબી જેડે અલગ-અલગ સામાજિક મેળાવડાઓ માટે લોકોને પોતાની કંપની ઓફર કરીને એક અનોખું બિઝનેસ મોડલ બનાવ્યું છે. પછી તે પાર્ટીઓ હોય, ટ્રિપ, કોઈ ખાસ પ્રસંગ પર ગ્રાહકો સાથે જવું અથવા માત્ર ડિનર માટે બહાર જવાનું હોય, તેણી પોતાની શરતો પર તેની હાજરી પૂરી પાડે છે. ડેઇલી સ્ટારના રિપોર્ટ અનુસાર માત્ર 2 મહિનામાં રૂબીને તેની સેવાઓ માટે અંદાજે 3 લાખ રૂપિયાની ભેટ મળી છે.

રૂબી માટે નફાકારક છે સોદો

3/5
image

રૂબીની પોતાની સેવાઓએ વિવિધ ગ્રાહકોને આકર્ષિત કર્યા છે. ઉદાહરણ તરીકે, તેણે એક ડિનર ડેટ માટે 1.4 લાખ રૂપિયા સુધી ચાર્જ કર્યો. તેને ઈન્ટનેશનલ ટ્રિપ પર પણ લઈ જવામાં આવી છે, એક કસ્ટમર તેને સિંગાપોર લઈ ગયો હતો. ફર્સ્ટ ક્લાસ ફ્લાઈટ્સ જેવી ભવ્ય મુસાફરી ઉપરાંત, એક ગ્રાહકે તેને એક પ્લે સ્ટેશન 5 (PlayStation 5) પણ ભેટમાં આપ્યું હતું. અન્ય એક કેસમાં એક ચીની કસ્ટમર સામેલ છે જે તેની સાથે ભાષા કોચિંગ સેશન માટે દર અઠવાડિયે 5,000 રૂપિયા ચૂકવે છે.

"લિમિટ ક્રોસ કરતી નથી"

4/5
image

જ્યારે કોઈ યુવતી ભાડા પર કોઈની ગર્લફ્રેન્ડ બને છે, ત્યારે એવું માનવામાં આવે છે કે તે ખોટા કામોમાં પણ સામેલ થશે. આવી સ્થિતિમાં રૂબી સ્પષ્ટપણે કહે છે કે, તેની સેવાઓ સ્ટ્રિક્ટલી કન્પેશિયનશિપ સુધી મર્યાદિત છે. તેણી ક્લાયંટ સાથે ફિઝિકલી ઈન્ટિમેન થતી નથી. તેણી પોતાની ક્લીયર બાઉન્ડરીઝ સેટ કરે છે. તેમની સેવાઓમાં કેટલીકવાર હાથ પકડવા અથવા રિવીલિંગ કપડાં પહેરવાના સામેલ છે. તે આ વાતની સુનિશ્ચિત કરે છે કે તેમની સેવાઓ માત્ર પરસ્પર સંમત શરતો પર માત્ર કંપની પૂરી પાડવા માટે મર્યાદિત રહે છે.

ફેમસ થઈ રહ્યો છે ટ્રેન્ડ

5/5
image

એક પાર્ટનરને "હાયરિંગ" કરવાનો ટ્રેન્ટ ઓસ્ટ્રેલિયા માટે નવી નથી. દુનિયાભરમાં આવા પ્લેટફોર્મ લોકોને તેમની પસંદગીઓના આધારે કન્પેનિયન પસંદ કરવાની સ્વતંત્રતા આપે છે. રૂબીની કહાની આ વાતને પ્રતિબિંબિત કરે છે કે, કેવી રીતે ડિજિટલ પ્લેટફોર્મ સોશિયલ ઈન્ટેરેક્શન્સને ફરીથી ડિઝાઈન કરી રહ્યો છે પર્સનલ રિલેશનશિપના ફીલ્ડમાં નવા બિઝનેસની તકો ઊભું કરી રહ્યું છે.