શાળા-કોલેજમાં લાગૂ છે આવા અજીબોગરીબ નિયમ, તમે ક્યારેય સાંભળ્યા પણ નહીં હોય

નવી દિલ્હીઃ સ્કૂલ અને કોલેજ ભલે સરકારી હોય કે કોઈ સંસ્થા સાથે જોડાયેલી હોય તેના પોતાના નિયમ એટલે કે કાયદા હોય છે. આ નિયમ વિદ્યાર્થીઓને અનુશાસન શીખવવાની સાથે નૈતિક ક્ષિક્ષણ આપવા માટે પણ બનાવવામાં આવે છે. તેમાં ડ્રેસ કોડ અને એસેમ્બલી મીટિંગ જેવા નિયમ તો તમે જાણતા હશો, પરંતુ અમેક જગ્યાએ એવા નિયમ છે જે જાણીને તમે ચોંકી જશો. 

Sep 26, 2021, 08:05 PM IST
1/5

અમેરિકાના કેંટકીની કેટલીક શાળામાં યુવતીઓની ડ્રેસથી કોલર બોન ન દેખાવી જોઈએ. તેવ માટે ટાઈ યોગ્ય રીતે પહેરવાની હોય છે. 

 

2/5

ગળે લગાવવા પર બેન

ગળે લગાવવા પર બેન

વિશ્વની ઘણી શાળામાં અલગ-અલગ નિયમ છે. કોરોના કાળ દરમિયાન વિશ્વભરની શાળાઓ બંધ રહી. કોવિડની સ્થિતિઓ સામાન્ય થયા બાદ સોશિયલ ડિસ્ટેન્સિંગના નામ પર બાળકોને હાઈ ફાઇવ આપવા અને ગળે મળવા પર બેન લાગ્યો છે. પરંતુ મીડિયા રિપોર્ટ પ્રમાણે કેલિફોર્નિયાની કેટલીક શાળાના કેમ્પસમાં પહેલાથી આવી ગતિવિધિ પર પ્રતિબંધ છે. 

3/5

સુવાની આઝાદી

સુવાની આઝાદી

ચીનમાં બાળકોને શાળા દરમિયાન થોડો સમય સુવાની મંજૂરી આપવામાં આવે છે. તે લગભગ અડધો કલાક શાળામાં આરામ કરી શકે છે. આ કલ્ચર પહેલા પણ ચર્ચામાં રહે છે. હકીકતમાં માનવામાં આવે છે કે કામની વચ્ચે આરામથી મેમરી સારી થાય છે. 

(सांकेतिक तस्वीर)

4/5

બેસ્ટ ફ્રેન્ડ ન રાખી શકો

બેસ્ટ ફ્રેન્ડ ન રાખી શકો

હવે વાત અમેરિકી સ્ટેટ મૈસાચુસેટ અને બ્રિટનની જ્યાં કેટલીક સ્કૂલોમાં સાથી સ્ટૂડન્ટને બેસ્ટ ફ્રેન્ડ કહેવા અને બનાવવાની મનાઈ છે. ઈન્ડિપેન્ડેટમાં પ્રકાશિત રિપોર્ટ પ્રમાણે મૈશાચુસેટ સ્થિત એક સ્કૂલે `CLASSMATES` ને `BEST FRIEND` કહેવા પર બેન લગાવ્યો હતો. તો બ્રિટનની કેટલીક સ્કૂલના સંચાલકો પ્રમાણેદોસ્ત બન્યા બાદ જ્યારે દોસ્તી તૂટે છે તો બાળકોને દુખ પહોંચવાની સાથે મુશ્કેલી થાય છે. તેથી શાળામાં સંતુલિત વ્યવહાર પર ફોકસ કરવામાં આવે છે.

 

(सांकेतिक तस्वीर)

5/5

ક્લાસ રૂમમાં પડદો

ક્લાસ રૂમમાં પડદો

તાલિબાનનું અફઘાનિસ્તાનમાં રાજ શરૂ થઈ ગયું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે સેન્સનરશિપના સમયમાં એજ્યુકેશન સિસ્ટમ પર અસર પડી છે. હવે યુવકો-યુવતીઓને સાથે બેસી અભ્યાસ કરવાની મનાઈ છે. હાલ જ્યાં વ્યવસ્થા નથી ત્યાં ક્લાસમાં પદડો રાખી કામ ચલાવવામાં આવે છે. (ફોટો સાભારઃ રોયટર્સ)