Selfie માટે આ રીતે જાનને જોખમમાં મુકી દે છે આ હસીના, PHOTOS જોઈને તમે પણ ડરી જશો

દુનિયામાં લોકોને અલગ-અલગ પ્રકારના શોખ હોય છે. પણ રશિયાની એક છોકરી (Russian girl Angela Nikolau Performs Such Adventures) નો શોખ જોઈને તમે ગભરાઈ જશો. તસવીરોમાં જુઓ એંજેલા નિકોલોને ડરાવી દેનારો શોખ.

નવી દિલ્લીઃ દુનિયામાં એક-એકથી ચઢિયાતા શોખીન લોકો પડ્યાં છે. કહેવાય છેકે, શોખ બડી ચીજ હૈ...કોઈને ડ્રાઈવિંગનો શોખ હોય છે, તો કોઈને ટ્રેનિંગનો, કોઈને પાર્ટી અને ડાંસ કલ્ચર પસંદ છે તો, કોઈને ટ્રાવેલિંગ કરવાનો શોખ છે. પણ અત્યાર સુધી તમે ક્યારેય હદય કંપાવી દે તેવો શોખ નહીં જોયો હોય. રશિયાની એક છોકરી (Russian girl Angela Nikolau Performs Such Adventures) ને દુનિયાનો સૌથી અજીબો ગરીબ પ્રકારનો શોખ છે. પોતાના શોખને પુરો કરવા માટે આ છોકરી હંમેશા પોતાની જાનને પણ દાવ પર લગાવી દે છે. રશિયાની એંજેલા નિકોલોને ઉંચી ઈમારતો પર જઈને રૂપટોપિંગ ફોટોગ્રાફી કરવાનો જોખમી શોખ છે. 

 

 

 

 

 

લોકોનો શ્વાસ અધ્ધર થઈ જાય છે

1/7
image

નિકોલાની ખતરનાક તસવીરો જોઈને લોકોનો શ્વાસ અધ્ધર થઈ જાય છે. એંજેલા નિકોલાને ઉંચી ઉંચી ઈમારતો પર લટકીને જોખમી ફોટો પડાવવાનો ખુબ જ શોખ છે.

સતત વધી રહ્યો છે નિકોલોનો ખતરનાક શોક

2/7
image

ઉંચાઈઓ પર ફોટો પડાવવાના નિકોલોનો શોખ દિવસે ને દિવસે વધતો જાય છે.

રૂફટોપિંગ

3/7
image

આ પ્રકારે ઉંચી ઈમારતો પર ચઢીને ફોટો ખેંચાવવાને લોકો રૂફટોપિંગ કહે છે. એંજેલા નિકોલોને આવા રૂપટોપિંગનો ભારે શોખ છે. અને તે પોતાના આ શોખને પુરો કરવા પોતાના જીવની પણ પરવાહ કરતી નથી.

રૂફટોપિંગનો નવો ટ્રેંડ

4/7
image

દુનિયાભરમાં રૂફટોપિંગનો નવો ટ્રેંડ શરૂ થઈ ગયો છે. મહત્ત્વનું થેકે, રૂપટોપિંગના ચક્કરમાં કેટલાંય લોકોનો જીવ જોખમમાં મુકાઈ જાય છે. એટલું જ નહીં કેટલાંય લોકો આવા ફોટો પડાવવાના શોખને કારણે પોતાનો જીવ પણ ગુમાવી ચુક્યા છે.

સર્કસ સાથે જોડાયેલી છે એંજેલા

5/7
image

વાસ્તવમાં એંજેલા એક સર્કસ સાથે જોડાયેલી છે. અને તેને સ્ટંટ કરવાનો ખુબ જ શોખ છે. એંજેલા, સ્ટંટ કરવાથી જરા પણ નથી ડરતી. કોઈપણ પ્રકારના ખતરનાક સ્ટંટ કરવા માટે એંજેલો પોતાની જાનની બાજી લગાવી દે છે.

ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર શેયર કરે છે તસવીરો

6/7
image

એંજેલા હંમેશા પોતાની તસવીરો પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરતી હોય છે. જેમાં તમે એમને ઉંચી-ઉંચી ઈમારતોની ચોટી પર બેઠેલી જોઈ શકો છો. આ તસવીરો જોઈને લોકો ડરી જાય છે.

પિતા પાસે મળી તાલીમ

7/7
image

મહત્ત્વનું છેકે, એંજેલાને તેના પિતાએ નાનપણથી જ આ પ્રકારે કામ કરવાની ટ્રેનિંગ આપી હતી.