IPL ની ટીમોના ગુરુઓનો પગાર કેટલો છે? કોણ કરે છે સૌથી વધુ કમાણી? નામ જાણીને તમે પણ ચોંકી જશો

નવી દિલ્લીઃ IPLમાં ખેલાડીઓને ફ્રેન્ચાઈઝી દિલ ખોલીને રૂપિયા આપે છે. પરંતુ ખુબ ઓછા લોકો જાણે છે કે ખેલાડીઓની પાછળ કામ કરતા હેડ કોચ કેટલું કમાય છે. તો આવો જાણીએ ટોપ ટીમોના ગુરૂ દર વર્ષે કેટલુ કમાય છે.
 

સાઈમન કૈટિચ

1/5
image

વિરાટ કોહલીની ટીમ રોયલ ચૈલેન્જર્સ બેંગલોરના હેડ કોચ સાઈમન કૈટિચ છે. તેઓને RCB દર સિઝનના 4 કરોડ રૂપિયા સેલેરી આપે છે  

રિકી પોન્ટિંગ

2/5
image

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન રિકી પોન્ટિંગ દિલ્લી કેપિટલ્સના કોચ છે. રિકી પોન્ટિંગ IPLના ઈતિહાસના સૌથી સફળ કોચમાંથી એક છે. પોન્ટિંગને દિલ્લી કેપિટલ્સ 3.5 કરોડ રૂપિયા સેલેરી પેટે આપે છે.

મહેલા જયવર્ધને

3/5
image

રોહિત શર્માની કપ્તાનીમાં મુંબઈ ઈન્ડયન્સે 5 વખત IPLનું ખિતાબ જીત્યું છે. આ ટીમના હેડ કોચ શ્રીલંકાના દિગ્ગજ બેટ્સમેન મહેલા જયવર્ધને છે. મુંબઈ ઈન્ડયન્સ તેઓને 2.30 કરોડ રૂપિયા સેલેરી આપે છે.  

બ્રેંડન મૈક્કુલમ

4/5
image

શાહરુખ ખાનની ટીમ કોલાકાતા નાઈટ રાઈડર્સના હેડ કોચ ન્યૂઝીલેન્ડના પૂર્વ ખેલાડી બ્રેંડન મૈક્કુલમ છે. મૈક્કુલમને કોલકાતા નાઈટ રાઈડર્સ 3.4 કરોડ રૂપિયા આપે છે. KKRએ બે વખત IPL ખિતાબ જીત્યુ છે.  

અનિલ કુંબલે

5/5
image

પંજાબ કિંગ્સના હેડ કોચ અનિલ કુંબલેને દર સીઝનની 4 કરોડ રૂપિયા સેલેરી મળે છે. આપને જણાવી દઈએ કે આ ટીમે અત્યાર સુધી IPLની એક પણ ટ્રોફી નથી જીતી.