Top Actress: એકમાત્ર અભિનેત્રી જેણે 200 કરોડની એલિમની ઠુકરાવી દીધી, હવે પોતાની કમાણીથી જીવે છે લગ્ઝરી લાઈફ
Actress Samantha Ruth Prabhu: હાલ ક્રિકેટર યુઝવેંદ્ર ચહલ અને અભિનેત્રી ધનશ્રી વર્માના ડીવોર્સ અને એલિમનીની રકમની ચર્ચા થઈ રહી છે. બંને અલગ થઈ ગયા છે અને ધનશ્રીએ ચહલ પાસેથી 4 કરોડની એલિમની લીધી છે. પરંતુ આજે તમને એક એવી અભિનેત્રી વિશે જણાવીએ જેણે ડિવોર્સ પછી એક ઝાટકે 200 કરોડ ઠુકરાવી દીધા હતા.
અભિનેતાઓએ એક્સ વાઈફને કરોડો રુપિયા આપ્યા
બોલીવુડમાં ઘણી જોડીઓ બની અને ઘણી તુટી ગઈ. જ્યારે કલાકારોને ડિવોર્સ થાય છે તો તેઓ એલિમનીમાં મોટી રકમ વસુલ કરતા હોય છે. એવા ઘણા ડિવોર્સ થયા છે જેમાં અભિનેતાઓએ એક્સ વાઈફને કરોડો રુપિયા આપ્યા હોય. પરંતુ એક અભિનેત્રી એવી પણ છે જેણે 200 કરોડ ઠુકરાવ્યા છે.
200 કરોડની ઓફર
સાઉથ સિનેમાની ટોચની અભિનેત્રી અને બોલીવુડમાં પણ પોતાનું ખાસ સ્થાન બનાવનાર સામંથા રુથ પ્રભુના નાગા ચૈતન્ય સાથે 2021 માં ડિવોર્સ થયા હતા. તેઓ કયા કારણોસર અલગ થયા તે જાહેર થયું નથી પરંતુ એ વાત સામે આવી હતી કે તલાક માટે 200 કરોડની ઓફર કરવામાં આવી હતી.
સામાંથા રુથ પ્રભુ
સામાંથા રુથ પ્રભુએ 200 કરોડ લેવાની ના કહી દીધી હતી. વાત એવી સામે આવી હતી કે સામંથા ફક્ત પ્રેમ ઈચ્છતી હતી. તેણે પૈસા માટે લગ્ન કર્યા ન હતા. લગ્ન તુટવાથી અભિનેત્રીએ પોતાની જાતને સંભાળી અને કરિયર પર ધ્યાન આપ્યું.
પુષ્પા ફિલ્મ
પુષ્પા ફિલ્મમાં આવેલા ઉ અંટવા ગીતથી સામંથા ફેમસ થઈ ગઈ હતી. ત્યારબાદ તે એક પછી એક પ્રોજેક્ટમાં દેખાવા લાગી અને પોતાની જાતે કરોડોની કમાણી કરવા લાગી.
નાગા ચૈતન્ય
સામાંથાના પૂર્વ પતિ નાગા ચૈતન્યની વાત કરીએ તો તેણે વર્ષ 2024 માં જ અભિનેત્રી શોભિતા ધૂલિપાલા સાથે લગ્ન કર્યા છે. તેમની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી.
Trending Photos