Samantha Ruth Prabhu Ring: સામાન્ય નહીં કીમતી છે સામંથા રુથ પ્રભુની રીંગ, એક પણ અભિનેત્રી પાસે નથી આટલી ખાસ રીંગ

Samantha Ruth Prabhu Ring: સાઉથ સુપરસ્ટાર સામંથા રુથ પ્રભુએ 1 ડિસેમ્બરના રોજ ડાયરેક્ટર રાજ નિદિમોરુ સાથે ગુપચુપ લગ્ન કરી ફેન્સને ચોંકાવી દીધા. લગ્ન પછી બંનેએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા હતા. સામંથાના દરેક ફોટો ખાસ હતા પરંતુ સૌથી ખાસ તેની ડાયમંડ રીંગ છે. 
 

યુનિક ડાયમંડ રીંગ

1/6
image

સામંથાએ હાથમાં યુનિક ડાયમંડ રીંગ પહેરી છે. આ રીંગ પર સૌ કોઈનું ધ્યાન ખેંચાયું. દેખાવામાં સાદી લાગતી આ રીંગ સામાન્ય નથી. આ રીંગ ખૂબ જ ખાસ છે. લોકો આ રીંગના ખૂબ વખાણ કરી રહ્યા છે. ત્યારે ચાલો તમને જણાવીએ આ રીંગની ખાસિયત શું છે.   

પોટ્રેટ કટ ડાયમંડ

2/6
image

સામંથાની વેડિંગ રિંગમાં જે પોટ્રેટ કટ ડાયમંડ છે તે દુનિયાના સૌથી જૂના અને ક્લાસિક ડાયમંડમાં ગણાય છે. જેનો આકાર પાતળો અને સપાટ હોય છે. તે એટલા પાતળા હોય કે તેની આરપાર જોઈ શકાય.  

ખૂબ જ બારીક કામ

3/6
image

આ ડિઝાઈન તૈયાર કરવામાં ખૂબ જ બારીક કામ કરવામાં આવે છે. કેટલાક રિપોર્ટસ અનુસાર મુઘલ કાળમાં આ સ્ટાઈલના ડાયમંડને સૌથી વધુ પસંદ કરવામાં આવતા.   

સામંથાની રીંગ

4/6
image

સામંથાની રીંગમાં વચ્ચે લગભગ 2 કેરેટનો લોજેંજ પોટ્રેટ કટ ડાયમંડ છે. જેની ચારે તરફ પાંખડીના આકારમાં 8 કસ્ટમ પોટ્રેટ કટ હીરા લગાવેલા છે. જેના કારણે આ રીંગ અનોખી બને છે. 

રીંગની કીંમત અંદાજે 1.5 કરોડ રુપિયા

5/6
image

અનુમાન છે કે આ રીંગની કીંમત અંદાજે 1.5 કરોડ રુપિયા છે. આ રીંગની ખાસિયત અને કિંમત જાણી લોકો તેના વખાણ કરતા થાકતા નથી. જો કે ઘણા લોકો એવા પણ છે જે આ રીંગની ડિઝાઈનના કારણે સામંથાને ટ્રોલ પણ કરી રહ્યા છે.   

6/6
image