સેટેલાઈટ તસવીરો જોઈને ચોંક્યા વૈજ્ઞાનિકો, ભારતના આ રણમાં શું જોવા મળ્યું? મોટી આફત કે પછી...

Written ByViral Raval
Published: Apr 18, 2025, 01:00 PM IST|Updated: Apr 18, 2025, 01:00 PM IST

ભારતનું થાર રણ ઝડપથી બદલાઈ રહ્યું છે. સેટેલાઈટ ડેટા મુજબ લીલા ધબ્બા જોવા મળી રહ્યા છે. અચાનક આવું કેમ અને તેની પાછળ કારણ શું? વૈજ્ઞાનિકોને ચિંતા સતાવી રહી છે. 

1/7

ભારતનું થાર રણ પૃથ્વીનું સૌથી ગરમ અને સૌથી શુષ્ક વિસ્તારોમાંથી એક છે. પરંતુ હવે આ વિસ્તાર બદલાઈ રહ્યો છે. સેટેલાઈટ ડેટાથી જાણવા મળે છે કે આ વિસ્તાર હવે સૂકો નથી રહ્યો પરંતુ હરિયાળી જોવા મળી રહી છે. સેલ રિપોર્ટ સસ્ટેનેબિલિટીમાં પ્રકાશિત એ નવા અભ્યાસ મુજબ સમગ્ર રણનો રંગ બદલાઈ રહ્યો છે અને લીલો થઈ રહ્યો છે. આખરે આ અકલ્પનીય પરિવર્તન પાછળ કારણ શું છે, જેને જોઈને વૈજ્ઞાનિકો પણ દંગ રહી ગયા છે.   

બે દાયકાથી ચાલુ છે ફેરફાર2/7

બે દાયકાથી ચાલુ છે ફેરફાર

છેલ્લા બે દાયકામાં આ સૂકા વિસ્તારમાં વનસ્પતિમાં ઉલ્લેખનીય 38%નો વધારો જોવા મળ્યો છે. જેનાથી રણનો રંગ બદલાઈ ગયો છે. રિસર્ચ માટે 2001થી 2023 સુધીની સેટેલાઈટ તસવીરોનું વિષ્લેષણ કરાયું છે. 

 શું છે કારણ3/7

શું છે કારણ

જળવાયું પરિવર્તન, વર્ષોથી બદલાતી પેટર્ન, અને માનવીય ગતિવિધિઓ જેવા અનેક કારણો મળીને આ અક્લપનીય હરિયાળીને વધારી રહ્યા છે. 

કોઈ અન્ય રણમાં નથી4/7

કોઈ અન્ય રણમાં નથી

થાર ઉત્તર પશ્ચિમ ભારત અને દક્ષિણ પૂર્વ પાકિસ્તાનના 200,000 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે. થાર રણ 1.6 કરોડથી વધુ લોકોનું ઘર છે. જે આ દુનિયાનું સૌથી ગાઢ વસ્તીવાળું રણ છે. અન્ય રણો કરતા થાર આ બદલાઈ રહ્યું છે. 

શું કહે છે રિસર્ચર્સ5/7

શું કહે છે રિસર્ચર્સ

ગાંધીનગર IIT માં સિવિલ એન્જિનિયર અન અભ્યાસના સહ લેખક વિમલ મિશ્રાએ કહ્યું કે પાણી અને ઉર્જાની ઉપલબ્ધતામાં વધારાએ કૃષિ અને શહેરો વિસ્તારોમાં વિસ્તાર કર્યો છે. જેનાથી વિસ્તારમાં પાકની ઉપજમાં વધારો થયો છે. દુનિયામાં આવું કોઈ બીજું રણ નથી. જેણે હાલના સમયમાં શહેરીકરણ, કૃષિ અને વર્ષામાં વધારો જોયો હોય. 

ચોમાસું વરસાદમાં 64%નો વધારો6/7

ચોમાસું વરસાદમાં 64%નો વધારો

થાર વિસ્તારમાં ચોમાસું વરસાદમાં 64%નો વધારો જોવા મળ્યો છે. વરસાદમાં આ વધારાએ માટીમાં ભેજ અને વનસ્પતિ વિકાસને પ્રોત્સાહન આપ્યું છે. ભૂગર્ભજળ સપાટી પર આવી ગયું છે. હરિયાળી ફક્ત કુદરતી નથી. નવી માળખાગત સુવિધાઓ અને વસ્તી વધારાથી પ્રેરિત ખેતીનો વિસ્તાર, પરિદ્રશ્યને ફરીથી આકાર આપવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યું છે.  

વરદાન કે પછી...7/7

વરદાન કે પછી...

આ પરિવર્તન લાભકારી લાગી શકે છે પરંતુ વૈજ્ઞાનિકો બહુ જલદી ઉજવણી કરવા વિરુદ્ધ ચેતવણી આપી રહ્યા છે. રિસર્ચર્સે એવી પણ ચેતવણી આપી છે કે વધતી વનસ્પતિ દેશી જૈવ વિવિધતાને જોખમમાં નાખી શકે છે. પાણીના વધુ પડતા ઉપયોગથી લાંબા ગાળે કમી થઈ શકે છે. જેનાથી થઈ રહેલી પ્રગતિને જોખમ થઈ શકે છે. આ ઉપરાંત વધતા તાપમાનથી વિસ્તારની વધતી વસ્તી માટે જોખમ પેદા થઈ શકે છે. વિકાસ એવો હોવો જોઈએ જેથી કરીને રણ પોતાનું નાજુક સંતુલન ન છોડે. 

(તમામ તસવીરો એઆઈની મદદથી બનાવવામાં આવી છે. )